Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વિશ્વકપ-2019 : ઓસ્ટ્રેલિયાનો ઇંગ્લેન્ડ સામે 64 રને વિજય સેમીફાઈનલમાં શાનદાર પ્રવેશ

 

આઈસીસી વર્લ્ડકપ 2019 ની 32 મી મેચમાં ઓસ્ટ્રેલિયાનો ઈંગ્લેંડ સામે 64 રને વિજય થયો છે સાથે ઓસ્ટ્રેલિયાનો સેમી ફાઇનલમાં પ્રવેશ તહ્યો છે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેંડ વચ્ચે લોર્ડ્સ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. તેણે પ્રથમ બેટિંગ કરીને યજમાન ટીમને 286 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કેપ્ટન એરોન ફિન્ચ (100) ની ધમાકેદાર ઈનિંગ ઓસ્ટ્રેલિયા તરફથી રમી હતી. ફિન્ચ ઉપરાંત, ડેવિડ વોર્નર (53), સ્ટીવ સ્મિથ (38), એલેક્સ કૅરી (38) અને ઉમ્માન ખવાજા (23) ફાળો આપ્યો હતો.

ઓસ્ટ્રેલીયા જીત સાથે 7 મેચમાં 6 જીત અને 12 પોઇન્ટ સાથે સેમી ફાઇનલની ટિકીટ ફાઈનલ કરી લીધી છે, અને સેમિફાઇનલમાં પ્રવેશ કરવાની પ્રથમ ટીમ બની છે. ત્યારે ઇંગ્લેન્ડના 7 મેચમાં 4 જીત સાથે 8 પોઇન્ટ છે.ત્યારે સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારત અને ન્યૂઝીલેન્ડ સામેના બંને મુકાબલા જીતવા ખાસ રીતે જરૂરી છે

(1:20 am IST)