News of Monday, 25th June 2018

ક્રિકેટ જગતનો સૌથી મોટો અપસેટઃ 1 રનમાં પડી 7 વિકેટ

વિજય માટે માત્ર 3 રનની જરૂર હતી અને બાજી પલટાઈ ગઈ

ક્રિકેટનો સૌથી મોટો અપસેટ સર્જાયો છે જેમાં માત્ર 1 રનમાં પડી 7 વિકેટ પડી હતી  આ બોલરે 4 બોલમાં 4 વિકેટ લીધી હતી. જેમાં પીટરબોરો ક્લબે પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વાયકોમ્બની ટીમનો સ્કોર 3 વિકેટે 187 રને હતો. જ્યારે તેને બનાવવાના હતા 189 રન પરંતુ પછીના 3 રન માટે ભારે રોમાન્ચ જોવા મળ્યો હતો જો કે ખેલનો તખ્ત એવો પલટ્યો કે, 1 રનમાં જ બાકીની 7 વિકેટ પડી ગઈ.

(8:27 pm IST)
  • બિહારમાં લોકસભા ચુંટણી પૂર્વે ભાજપ અને નીતીશકુમાર(JDU) વચ્ચે ઘર્ષણ થયું શરુ : બિહારમાં આગામી લોકસભા માટે એનડીએની ભાગીદારીમાં સીટો વહેંચવા મુદ્દે વાતચીત હાલ ચાલુ નથી થઇ, પરંતુ જેડીયુએ મોલભાવ ચાલુ કરી દીધો છે. નિવેદનબાજી તમામ તરફથી જોરો પર ચાલી રહી છે. એનડીએમાં ભાજપ સહિત જેડીયુ, એલજેપી, આરએલએસપી પણ જોડાયેલી છે. સૌથી વધારે દરાર ભાજપ અને જેડીયુમા જોવા મળી રહી છે. જેડીયુએ 25 સીટો પર દાવો ઠોકીને વિવાદને હવા આપી છે. પ્રદેશનાં નેતા એકબીજાને દાવાઓ કાપી રહ્યા છે. access_time 12:44 am IST

  • રાજકોટમાં વિશ્વ યોગ દિને ચાલુ યોગ દરમિયાન મઝાક-મસ્તી કરતાં ગ્રામ રક્ષક દળના 16 જવાનોને સસ્પેન્ડ કરતાં ઇન્ચાર્જ પોલીસ વડા access_time 12:58 am IST

  • તાતા એન્ટરપ્રાઇઝની વોલ્ટાસ લિમિટેડ સાણંદ જીઆઇડીસીમાં 340 કરોડનું મૂડી રોકાણ કરશે. વોલ્ટાસ તુર્કીની ઇન્ડસ્ટ્રિયલ અને સર્વિસીસ ગ્રૂપ સાથે સંયુક્ત સાહસ કરશે. જે એર્સેલિક એ.એસ., અરડચ બી.વી. વચ્ચેના સાહસ હેઠળ સ્થપાયેલી વોલ્ટબેક હોમ એપ્લાયન્સીસ પ્રાઇવેટ લિ. કંપની ઊભી કરશે. કંપની કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ માટેનો પ્લાન્ટ સ્થાપી રહી છે access_time 8:43 pm IST