Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

યોકોવિચ ક્વિન્સ કલબ ચેમ્પિનશીપની ફાઈનલમાં હાર્યો

નવી દિલ્હી: સર્બિયાના ૨૧ વર્ષના કોરિકે વર્લ્ડ નંબર વન ફેડરરને હરાવીને જર્મનીમાં ગ્રાસ કોર્ટ પરની હેલી ઓપન જીતી લીધી હતી. જે પછી ઈંગ્લેન્ડમાં ક્વિન્સ કલબ ચેમ્પિનશીપની ફાઈનલમાં ક્રોએશિયાના ૨૯ વર્ષીય ખેલાડી સિલીકે ભારે સંઘર્ષ બાદ સર્બિયાના યોકોવિચને -, - (-), -૩થી હરાવીને ટાઈટલ જીત્યું હતુ. સાથે વિમ્બલ્ડન અગાઉના બે મહત્વના ગ્રાસ કોર્ટ ટાઈટલ ક્રોએશિયન ખેલાડીઓના નામે રહ્યા હતા. સિલીકે કારકિર્દીનું બીજું ક્વિન્સ ટાઈટલ મેળવ્યું હતુ. તેણે બે કલાક અને ૫૭ મિનિટના મુકાબલામાં યોકોવિચ સામેની ૧૬મી મેચમાં બીજી જીત મેળવી હતી.

 

(6:56 pm IST)