Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

2019 કબડ્ડી વિશ્વ કપની મેજબાની કરી શકે છે દુબઇ

નવી દિલ્હી: દુબઇ 2019માં ચોથા કબડ્ડી વિશ્વ કપની મેજબાની કરે શકે તેવી ચર્ચાઓ થઇ રહી છે અને માટે 29 જૂનના યોજાનાર  બેઠકમાં વિષય પર ચર્ચા થવાની છે.

કબળદ મહાસંઘના અધ્યક્ષ જનાર્દન સિંહ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું છે કે અહીંયા કબડ્ડી માસ્ટર્સ આયોજનનો મુખ્ય ઉદેશ વિશ્વ કપ 2019 માટે મંચ તૈયાર કરવનું હતું. જો કે હજુ સુધી વાતની સત્ત્વતઃ જાહેરાત કરવામાં આવી નથી કે 2019નો કબડ્ડી વિશ્વ કપણું આયોજન થશે.

(6:56 pm IST)
  • તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે રવિવારે કહ્યું કે, તેઓ સમય પહેલા ચૂંટણીમાટે તૈયાર છે અને તેમણે વિપક્ષને પણ તે માટે તૈયાર રહેવાનો પડકાર ફેંક્યો હતો. તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ)નાં પ્રમુખે કહ્યું કે, ચૂંટણી સમય પહેલા કરાવવામાં આવી શકે છે. રાવે 15 જુને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાવે કહ્યું કે, તેમની પાર્ટીનાં નેતા અને જનતા પણ સમય પહેલા ચૂંટણી માટે તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીઆરએસ 119 સભ્યોની વિધાનસભામાં 100થી વધારે સીટો જીતશે. access_time 12:44 am IST

  • ગાંધીનગર;ક્લાસ-1 અધિકારી લાંચ લેતા ઝડપાયા :ફિશરીઝ વિભાગના અધિકારી એમ,કે,ચૌધરી એક લાખની લાંચ લેતા ગાંધીનગર સરઘાસણ નજીકથી એસીબીના છટકામાં આબાદ સપડાયા access_time 1:12 am IST

  • બિહારમાં લોકસભા ચુંટણી પૂર્વે ભાજપ અને નીતીશકુમાર(JDU) વચ્ચે ઘર્ષણ થયું શરુ : બિહારમાં આગામી લોકસભા માટે એનડીએની ભાગીદારીમાં સીટો વહેંચવા મુદ્દે વાતચીત હાલ ચાલુ નથી થઇ, પરંતુ જેડીયુએ મોલભાવ ચાલુ કરી દીધો છે. નિવેદનબાજી તમામ તરફથી જોરો પર ચાલી રહી છે. એનડીએમાં ભાજપ સહિત જેડીયુ, એલજેપી, આરએલએસપી પણ જોડાયેલી છે. સૌથી વધારે દરાર ભાજપ અને જેડીયુમા જોવા મળી રહી છે. જેડીયુએ 25 સીટો પર દાવો ઠોકીને વિવાદને હવા આપી છે. પ્રદેશનાં નેતા એકબીજાને દાવાઓ કાપી રહ્યા છે. access_time 12:44 am IST