Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

બે બોલમાં રન નહિં બનાવ તો બે લાખ ડોલર મળશે : અકમલ

વર્લ્ડકપના ભારત - પાક. મેચમાં અકમલને થઈ'તી ઓફર

પાકિસ્તાન ટીમમાંથી પડતા મુકાયેલા ઉમર અકમલે પાકિસ્તાની મીડીયા સામે સ્પોટ - ફિકસીંગ વિશે દાવો કર્યો છે તેને ૨૦૧૫ના વર્લ્ડકપમાં સ્પોર્ટ ફિકસીંગ કરવાની ઓફર મળી હતી. તેણે કહ્યું હતું કે મને ભારતની વિરૂદ્ધ પહેલી મેચમાં બે બોલ પર રન નહિં બનાવવા માટે બે લાખ ડોલર એટલે કે અંદાજે ૧.૩૫ કરોડ રૂપિયાની ઓફર થઈ હતી.

તેણે પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલને જણાવ્યુ હતું કે મને ૨૦૧૫ના વર્લ્ડકપમાં ભારત સામેની મેચમાં બે ડોટ બોલ રમવા માટે બે લાખ ડોલરની ઓફર મળી હતી. એ અમારી વર્લ્ડકપની પહેલી મેચ હતી. આ પહેલા પણ મને ઘણી ઓફર મળી છે. મને ભારત સામેની મેચમાં બહાર બેસવાનું કહેવામાં આવ્યુ હતું પણ મેં સાફ ના પાડી દીધી હતી. ખરાબ ફિટનેસને કારણે ઉમર ઘણા સમયથી ટીમની બહાર છે. તેને ગયા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડમાં ફિટનેસ ટેસ્ટમાં ફેલ થવાથી તેને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યો હતો, તેના કોચ મીકી આર્થર સાથેના સંબંધો સારા નથી. તેના પર આર્થરને ગાળો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

(1:05 pm IST)