Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ટીમ ઈન્ડિયાની સ્પોટ્ર્સમેનશીપની વડાપ્રધાન મોદીએ કરી પ્રશંસા

ઐતિહાસિક ટેસ્ટમાં વિજય બાદ ભારતીય ટીમે અફઘાનિસ્તાનની ટીમ સાથે ફોટો પડાવ્યો હતો

ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે રમાયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં મોટી જીત મેળવી હતી. આ મેચ અફઘાનિસ્તાનની પહેલી ટેસ્ટ મેચ હતી. વિજય બાદ ભારતીય ટીમે સ્પોટ્ર્સમેનશીપનું મોટુ ઉદાહરણ આપ્યુ હતું. ભારતીય ટીમના આ વર્તનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી હતી.

રવિવારે મન કી બાત કાર્યક્રમમાં ભારતીય ટીમની પ્રશંસા કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે આ મેચને હંમેશા યાદ રાખવામાં આવશે. ભારતીય ટીમે જીત બાદ અફઘાનિસ્તાનની ટીમની સાથે ફોટો પડાવ્યો હતો ત્યારે ટ્રોફી પણ હતી. કેપ્ટન અજિંકય રહાણેએ અફઘાનિસ્તાનના ખેલાડીઓની તેમણે દર્શાવેલી રમત બદલ પ્રશંસા પણ કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મને આ મેચ એક વિશેષ કારણથી યાદ રહેશે, કારણ કે ભારતીય ટીમે કંઈક એવુ કર્યુ હતું જે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણરૂપ હતું. ભારતીય ટીમે ટ્રોફી લેતી વખતે અફઘાનિસ્તાનની ટીમ જે પહેલી વખત આંતરરાષ્ટ્રીય મેચ રમતી હતી. તેને બોલાવી હતી. ફોટોમાં ટ્રોફી સાથે બંને ટીમો હતી. સ્પોટ્ર્સમેન સ્પીરીટ શું હોય, સ્પોટ્ર્સમેન શું હોય એ આ એક ઘટનાથી આપણે અનુભવી શકીએ છીએ.

અફઘાનિસ્તાનના ખેલાડી રાશીદ ખાનની પ્રશંસા કરતા વડાપ્રધાને તેને ક્રિકેટજગતની એક સંપતિ ગણાવી હતી.(૩૭.૧)

(1:04 pm IST)