Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વર્લ્ડ કપ વોર્મઅપ મેચમાં ભારતનો ધબડકો :બેટ્સમેનો ફેઈલ :39,2 ઓવરમાં ઓલઆઉટ :ન્યૂઝીલેન્ડનો વિજય

એક્માંત્ર જાડેજાએ 50 બોલમાં બે સીક્સર્સ સાથે 54 રન ફટકાર્યા

 

આઈસીસી વર્લ્ડ કપના વોર્મઅપ મેચમાં ભારતનો ધબડકો થયો છે લંડનમાં રમાયેલી પ્રથમ વોર્મઅપ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટે પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારત 39.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ન્યૂઝીલેન્ડે 37.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.ન્યૂઝીલેન્ડના રોસ  ટેલરે 71 અને વિલિયમ્સને 69 રનની ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી બુમરાહ, હાર્દિક પંડ્યા, ચહલ અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.

  ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં ભારતીય ટીમને જીતની સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. જોકે વોર્મઅપ મેચમાં બેટ્સમેનોએ ધબડકો કર્યો હતો. રોહિત શર્મા 2, શિખર ધવન 2, વિરાટ કોહલી 18, લોકેશ રાહુલ 6, હાર્દિક પંડ્યા 30 , ધોની 17 અને દિનેશ કાર્તિક 4 રને આઉટ થયો હતો.

એકમાત્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 50 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 54 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. નિશામને 3 વિકેટ મળી હતી

(11:58 pm IST)