Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વિશ્વ કપ શરૂ થતા પહેલા ભારતીય ટીમને ઝાટકો: વિજય શંકર ઘાયલ

નવી દિલ્હી: વર્લ્ડ કપ રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચેલ ભારતીય ટીમને શનિવારના રોજ પોતાની પહેલી અભ્યાસ મેચ ન્યૂઝીલેન્ડની સામે રમવાની છે, પરંતુ મેચના એક દિવસ પહેલાં વિજય શંકરની ઇજા ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે.શંકરને શુક્રવારના રોજ અભ્યાસ દરમ્યાન જમણા ખભામાં ઇજા પહોંચી અને દરમ્યાન મેદાન છોડીને બહાર જતો રહ્યો. વિજય બેટિંગનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે ભારતીય ટીમને પ્રેક્ટિસ કરાવા માટે ઇંગ્લેન્ડ ગયેલા ડાબોડી ઝડપી બોલર્સ ખલીલ અહમદના બાઉન્સર પર પુલ કરવા ગયો અને બોલ તેના હાથમાં લાગ્યો. બીસીસીઆઈ જો કે શંકરની સ્થિતિ પર હજુ સુધી કોઇ સત્તાવાર સ્પષ્ટીકરણ આપ્યું નથી. ભારતીય ટીમ આશા કરશે કે શંકરની ઇજા ગંભીર ના હોઇ શકે. શંકરે નંબર-4 માટે અંબાતી રાયડુની ઉપર તરજીહ મળી છે. વિજય શંકરે તાજેતરમાં વાતચીત કરતા કહ્યું હતું કે નંબર ચાર સ્લોટ અંગે ઘણી વાતો થઇ ચૂકી છે અને એક ક્રિકેટર તરીકે અમે બધી વસ્તુઓનો સામનો કરવો પડે છે. એવા સમયમાં પોતાની ખુદની તાકાત પર વિશ્વાસ કરવો સૌથી મહત્વપૂર્ણ હોય છે. આગળ તેમણે વાતચીતમાં કહ્યું હતું કે અમે રમતના તમામ તબક્કાઓ પર કામ કરવાનું હોય છે. હું માત્ર મારી તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિષ કરી રહ્યો છું અને સિવાય બીજું કંઇ વિચારી રહ્યો નથી. જીવનમાં વસ્તુઓ થતી રહી છે અને મેં તેની સાથે રહેતા શીખી લીધું છે.

(5:18 pm IST)
  • ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા ઓડીશાની જગન્નાથપુરીની બેઠક ઉપર નવીન પટનાયકના બીજેડી પક્ષના પિનાકી મિશ્રા સામે ૧૧૦૦૦ મતથી હારી ગયા છે access_time 4:02 pm IST

  • દિલ્હીના પરિણામોથી કેજરીવાલ ચિંતાતુરઃ ૭૦માંથી ૬૫ વિધાનસભા બેઠક પર ભાજપને બમ્પર સરસાઈ મળીઃ ૫ ક્ષેત્રમાં કોંગ્રેસને વધુ વોટ મળ્યા access_time 3:12 pm IST

  • રાજકોટની ભાગોળે નેશનલ હાઈવે પર ચોટીલા પાસેના મોલડી ગામે મિની બસે પલ્ટી ખાતા ૧નું મોત : ગોળાઈ પાસે બસ પલ્ટી જતાં સર્જાયેલ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ : ૨૦ થી ૨૨ લોકોને સામાન્ય ઈજા access_time 6:25 pm IST