Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

આઇપીએલ મેચમાં બોલ ન મળવાથી ખેલાડી હતાશઃ અમ્પાયરના ખિસ્સામાંથી નીકળ્યો બોલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ સ્ટ્રેટજિક ટાઇમ આઉટ પછી  ૧પ મી ઓવર ફેંકવા આવેલા કિૅગ્સ ઇલેવન પંજાબના બોલર અમિત રાજપૂતએ બોલ માગ્યો તો મેદાનમા હાજર ખેલાડી અને અમ્પાયર હતાશ જોવા મળ્યા. કારણ એમને બોલનો ખ્યાલ ન હતો. નવો બોલ મંગાવવાનો નિર્ણય થયો ત્યારે અમ્પાયર સી. સમસુદિનને અહેસાસ થયો કે બોલ એમના ખિસ્સામાં છે.

(11:05 pm IST)