Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અમેરિકા અને ઓમાનની ટીમને ફરીથી આંતરરાષ્ટ્રીય વન ડે ટીમનો દરજ્જો

અમેરિકાને 15 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય વન ડે ટીમનોંદર્જ્જો પાછો મળ્યો

દુબઈઃ અમેરિકા અને ઓમાનની ટીમને ફરીથી આંતરરાષ્ટ્રીય વન ડે ટીમનો દરજ્જો મળ્યો છે. આ બંને ટીમ આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં પોતાના શાનદાર પરફોર્મન્સના આધારે આ દરજ્જો મેળવવામાં સફળ થઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા પોતાની વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી છે. 

અમેરિકાને 15 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય વન ડે ટીમનો દરજ્જો મળ્યો છે. આ અગાઉ, તેને 2004માં આ દરજ્જો મળ્યો હતો. એ વર્ષે તેણે ICC Champions Trophyમાં ભાગ લીધો હતો. 

આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં ઓમાને નામીબિયાની ટીમ સામે રોમાંચક પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. ઓમાને પોતાની તમામ મેચ જીતી હતી. તેણે પાપુઆ ન્યૂ ગિની સામે રમાયેલી મેચમાં વિજય મેળવીને પોતાની દાવેદારી પાકી કરી લીધી હતી. ત્યાર પછી, તેણે નામીબિયા સામે માત્ર દરજ્જો મેળવવાની ઔપચારિક્તા પુરી કરી હતી.

અમેરિકાએ હોંગકોંગની ટીમને હરાવીને વન ડે ટીમનો દરજ્જો મેળવ્યો છે. તેણે બુધવારે ઝેવિયર માર્શલ(100)ની મદદથી 8 વિકેટે 280 રન બનાવ્યા હતા. હોંગકોંગની ટીમ તેના જવાબમાં 7 વિકેટે માત્ર 196 રન જ બનાવી શકી હતી

(8:51 pm IST)