Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મારી સફળતા મારી નિવૃત્તિ સુધી આવી જ રહેશે: ધોની

નવી દિલ્હી: વિજય મેળવ્યા બાદ હર્ષા ભોગલેએ ધોનીને પૂછયું હતું કે તમે ચેન્નઈ સુપર કિંગ્સને વારંવાર કેવી રીતે પ્લેઓફમાં આસાનીથી પહોંચાડી દો છો, તેનું રહસ્ય શું છે ?. ધોનીએ જવાબ આપ્યો હતો કે જો હું આ બાબતો તમને બતાવી દઈશ તો ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી આગામી વર્ષે મને ખરીદશે નહીં. આ એક ટ્રેડ સિક્રેટ છે. આ દરમિયાન ધોનીના ચહેરા પરનું હાસ્ય પણ જોવા જેવું હતું. જોકે તેણે ટીમની સફળતા માટે સહાયક સ્ટાફને પણ શ્રેય આપ્યું હતું. ધોનીએ જણાવ્યું હતું કે ટીમની સફળતામાં સમર્થકો તથા સહાયક સ્ટાફનું પણ યોગદાન મહત્ત્વનું રહેતું હોય છે. આ સિવાય હું કોઇ બાબતનો ઘટસ્ફોટ કરી શકું નહીં. ઓછામાં ઓછું હું નિવૃત્તિ લઇશ ત્યાં સુધી તો રહસ્ય ખોલીશ જ નહીં.

(5:37 pm IST)