Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતે પાંચ મેડલ મેળવ્યા

નવી દિલ્હી: એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતે વધુ બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે પોઈન્ટ ટેબલમાં સ્થિતિ મજબુત કરી હતી. ભારતને અમિત ધાનકર અને વિકી ચાહરે સિલ્વર મેડલ અપાવ્યા હતા. જ્યારે દીપક પુનિયા, રાહુલ અવારે અને સુમિત કુમારે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.  આ સાથે ભારતના ૧ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૪ બ્રોન્ઝ એમ કુલ આઠ મેડલ્સ થઈ ગયા છે. ભારત મેડલ ટેલિમાં હાલ ત્રીજા સ્થાને છે. બજરંગ પુનિયાએ ગઈકાલે ૬૫ કિગ્રા વજન વર્ગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો, જે ઈવેન્ટમાં ભારતનો સૌપ્રથમ ગોલ્ડ હતો. જોકે ત્યાર બાદના મુકાબલામાં ભારતનો પ્રવિણ રાણા ૭૯ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં ઈરાનના બહમાન તૈમોરી સામે હારી જતાં તેન સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. ભારતને આજે અમિત કુમાર ધાનકર પાસેથી ૭૪ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલની આશા હતી. જોકે તે કઝાખસ્તાનના દાનિયાર કૈસાનોવ સામે ૦-૫થી હારી જતાં તેને સિલ્વર મેડલ મળ્યો હતો. ભારતનો વિકી ચાહર પણ ૯૭ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં ઈરાનના અલિરેઝા કરિમિ સામે ફાઈનલમાં હારતા તેને સિલ્વર મેડલ મળ્યો હતો. દીપક પુનિયાએ ૮૬ કિગ્રા વજન વર્ગમાં, સુમિત મલિકે ૧૨૫ કિગ્રા વજન વર્ગમાં અને રાહુલ અવારેએ ૬૧ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે ફ્રિસ્ટાઈલ કુસ્તીની મેન્સ ઈવેન્ટ્સનો અંત આવી ગયો છે. 

(5:35 pm IST)