Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ધોની જેસા કોઈ નહીં : કપિલ દેવા

૧૯૮૩માં ભારતને પ્રથમ વાર વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવને લાગે છે કે ભારતને ૨૦૦૭માં ટી૨૦ અને ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપ જિતાડનાર મહેન્દ્ર સિંહ ધોની જેવું આ રમતમાં કોઈએ યોગદાન નથી આપ્યું. કપિલ દેવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, મારે ધોની વિશે કંઈ નથી કહેવું. મને લાગે છે કે તેણે દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે અને આપણે એ બદલ તેનું સન્માન કરવું જોઈએ. કોઈને નથી ખબર કે તેને વધુ કેટલો સમય રમવું છે અને તેનું શરીર વધુ કેટલો સમય સાથ આપશે. પણ એવો કોઈ ક્રિકેટર નથી જેણે ધોની જેટલું યોગદાન આપ્યું હોય. આપણે તેનું સન્માન કરતા તેને શુભકામના આપવી જોઈએ કે તે આ છેલ્લી વખતે પણ વર્લ્ડ કપ ટ્રોફી જીતે.

(1:56 pm IST)