Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

બ્રેડ હોગ માટે પંડયા કરતાં સ્ટોકસ વધારે પાવરફુલ

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન પ્લેયર બ્રેડ હોગે પોતાની વર્લ્ડ ઇલેવન ટીમમાં ઓલરાઉન્ડર પ્લેયર તરીકે બેન સ્ટોકસ પર પસંદગી ઉતારી છે. જો કે તે હાર્દિક પંડયા અને બેન સ્ટોકસ વચ્ચે કન્ફયુઝડ હતો, પણ અંતે સ્ટોકસને પસંદ કરતાં હોગે કહ્યું કે 'મારી વર્લ્ડ ઇલેવન ટીમ માટે હું હાર્દિક અને સ્ટોકસમાંથી સ્ટોકસને પસંદ કરીશ, કેમ કે તેની પાસે પંડયા કરતાં ઇન્ટરનેશનલ ગેમનો વધારે અનુભવ છે.

(3:22 pm IST)