Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

IPLમાં સૌથી ઓછી ઇનિંગમાં ક્રિસ ગેલે પુરા કર્યા 4000 રન :સિદ્ધિ મેળવનાર બીજો વિદેશી ખેલાડી

ગેલના નામે સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ: અત્યાર સુધી આ લીગમાં 295 સિક્સ ફટકારી

 

મુંબઈ :કિંગ્સ ઇલેવનના આક્રમક ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલે આઈપીએલમાં સૌથી ઓછી ઇનિંગમાં 4000 રન પૂરા કર્યા છે તેણે લીગમાં સૌથી ઝડપી 4000 રન પુરા કર્યા છે  તે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની ક્લબમાં સામેલ થઇ ગયો છે. ગેલ સાથે આઈપીએલમાં 4000 રન પૂરા કરનારો બીજો વિદેશી ખેલાડી બન્યો છે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરે આઈપીએલમાં 4 હજાર રન પૂરા કર્યાં હતા

  ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઝડપથી 4000 રન બનાવનાર બેટ્સમેન છે. તેણે ડેવિડ વોર્નર 114 ઈનિંગનો રેકોર્ડ તોડ્યો છે. ગેલે 112 ઈનિંગમાં સિદ્ધિ હાસિલ કરી છે. ભારત તરફથી વિરાટ કોહલીએ 128 ઈનિંગમાં 4 હજાર આઈપીએલ રન પૂરા કર્યા હતા.

   ગેલે જયપુરમાં રમાયેલ લીગના ચોથા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સિદ્ધિ મેળવી હતી. તેણે ધવલ કુલકર્ણીના બોલ પર એક રન દોડીને 4000 રન પૂરા કર્યા હતા. મેચ પહેલા ગેલે 3994 રન બનાવ્યા હતા. ગેલે આઈપીએલમાં 4000 રન બનાવનાર 9મો બેટ્સમેન છે

    ગેલના નામે આઈપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ છે. તેણે અત્યાર સુધી લીગમાં 295 સિક્સ ફટકારી છે. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન સુરેશ રૈના યાદીમાં સૌથી ઉપર છે. રૈનાએ 34.27ની એવરેજથી 5004 રન બનાવ્યા છે. તે લીગમાં 5000 રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં બીજા સ્થાને વિરાટ કોહલી છે જેણે 164 મેચોમાં 4954 રન બનાવ્યા છે

   ગેલથી પહેલા સુરેશ રૈના, વિરાટ કોહલી, રોહિત શર્મા, ગૌતમ ગંભીર, રોબિન ઉથપ્પા, ડેવિડ વોર્નર, શિખર ધવન અને મહેન્દ્ર સિંહ ધોની મુકામ હાસિલ કરી ચુક્યા છે

 

 

(11:39 pm IST)
  • વડાપ્રધાન મોદી 28 માર્ચથી લોકસભા ચૂંટણી પ્રચારની ઝંઝાવાતી શરૂઆત કરશે : 4 દિવસમાં 10 રેલીઓને સંબોધશે : 28 માર્ચે મેરઠ - રુદ્રપુર અને જમ્મુ, 29 માર્ચે ઓડીસા - તેલંગાણા અને આંધ્રપ્રદેશ, 2 એપ્રિલે બિહારના ગયા અને જમુઈમાં અને 3 એપ્રિલે પશ્ચિમ બંગાળના કોલકોતા અને સિલિગુડીમાં સભાઓ ગજાવશે access_time 11:42 pm IST

  • ગોંડલ નજીક ખીમોરી તળાવ પાસેથી મૃત હાલતમાં નવજાત શીશુ મળ્યું : મૃતક નવજાત શીશુ હાથપગનો ભાગ જનાવરોએ ફાડી ખાધેલ હાલતમાં મળી આવ્યું.:મૃતક નવજાત શીશુને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ્લભાઈ રાજ્યગુરૂ અને કિશોરભાઈ બાવળિયા એ ગોંડલ સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યું : ગોંડલ તાલુકા પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી access_time 12:18 am IST

  • પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો વસીમ અકરમ અને વકાર યુનુસનું પાકના સર્વોચ્ચ નાગરીક એવોર્ડ હિલાલ-એ- ઈમિત્યાઝથી સન્માન access_time 3:45 pm IST