Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ભાવનગરમાં રોટરી રોયલનો ફાઇનલમાં પ વિકેટે વિજય

ભાવનગર તા.રપઃ રોટરી ડીસ્ટ્રીકટ૩૦૬૦ની ફાઇનલ મેચ આજે રવિવારે ભરૂચા કલબ ખાતે રોટરી રોયલ ભાવનગર તથા રોટરી કલબ ભાવનગર વચ્ચે રમાયેલ. એમાં રોટરી રોયલનો પ વિકેટે ભવ્ય વિજય થયેલ. ટોસ જીતી રોટરી કલબ ભાવનગરે પ્રથમ બેટીંગ કરતા નિર્ધારીત ૨૦ ઓવરમાં ૧૪૪ રન કરેલ. જેમાં દેવાંગનાં ૪૪, કનૈયા વાઘેલાના ૩૩ તથા પુનીતના ૩૧ રન મુખ્ય હતા. રોટરી રોયલ વતી ગૌરવ રાઠોડે પ તથા અબ્બાસ વરતેજીએ ૩ વિકેટ ઝડપી હતી.

તેના જવાબમાં રોટરી રોયલે નિર્ધારીત ૧૪૫ રન પ વિકેટે બનાવી ભવ્ય વિજય પ્રાપ્ત કરેલ.

રોટરી રોયલ વતી ગૌરવ -૩૯, કેપ્ટન વિવેક શાહે -૨૮, મનિષ પડાયાએ-૨૦ તથા અલી વરતેજી અને ડો. મોૈલિક પરીખે ધુંવાધાર ૧૬ રન બનાવેલ. રોટરી કલબ ભાવનગર તરફથી મહિપાલ રાણા તથા પુનિત મહેતાએ  બે-બે વિકેટ લીધી હતી.

રોટરી રોયલ સતત ત્રણ વર્ષથી આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થઇ હેટ્રીક વિજય મેળવ્યો હતો.

(9:32 am IST)