Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

દેશમાં સૌથી વધુ ક્રિકેટ પ્રેમીઓ ગુજરાતમાં

ગાવસ્કરના આ નિવેદનથી વિવાદ શરૂ

મુંબઈઃ ભારતમાં સૌથી વધુ ક્રિકેટપ્રેમીઓ ગુજરાતમાં છે એવા સુનીલ ગાવસ્કરના વિધાનને લીધે વિવાદ શરૂ થઈ ગયો છે. ગાવસ્કરે કહ્યું હતુ કે બંગાળમાં સ્પોર્ટસ પ્રેમીઓ વધુ છે પણ એમા મોટાભાગના ફુટબોલને પસંદ કરે છે. ઉત્તર ભારતમાં હોકીને પસંદ કરે છે. મુંબઈમાં ઘણી બધી રમતો રમાતી હોવાથી ચાહકોના ભાગ પડી ગયા છે. ગુજરાતમાં ક્રિકેટ સિવાય કોઈ રમત વધુ રમાતી ન હોવાથી અહીં લોકો માટે ક્રિકેટ જ સર્વસ્વ છે.

(3:56 pm IST)