Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ટીમ ઇન્ડિયા માટે પુનમ યાદવે બનાવ્યો મોટો રેકોર્ડ : એકતા બિષ્ટને છોડી પાછળ

બાંગ્લાદેશ સામે સૌથી વધુ વિકેટ લેનારી ખેલાડી બની

મુંબઈ : ભારતીય મહિલા ટીમે આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ પોતાની બીજી મેચમાં બાંગ્લાદેશ સામે શાનદાર જીત પ્રાપ્ત કરી સતત બીજી જીત પ્રાપ્ત કરી હતી. આ જીતમાં ભારતીય મહિલા બોલર પુનમ યાદવનો મહત્વનો રોલ રહ્યો હતો. પુનમ યાદવે બાંગ્લાદેશની ટીમ સામે મેચમાં ત્રણ વિકેટ લીધી અને મેચને ભારત તરફથી ફેરવી દીધી હતી. તેની સાથે પુનમ યાદવે પોતાના નામે એક રેકોર્ડ પણ નોંધાવી દીધો હતો.

પુનમ યાદવે બાંગ્લાદેશ ટીમ સામે ૩ વિકેટ લીધી અને તેની સાથે જ તે ભારત માટે એક ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનારી ખેલાડી બની ગઈ છે. પુનમ યાદવે અત્યાર સુધી બાંગ્લાદેશ સામે રમેલી મેચમાં કુલ ૨૦ વિકેટ લીધી છે. તેની સાથે તેમને સાથી ખેલાડી એકતા બિષ્ટનો રેકોર્ડ તોડી દીધો હતો. એકતા બિષ્ટે શ્રીલંકન ટીમ સામે ૧૯ વિકેટ લીધી છે.

પુનમ યાદવે ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમને ઓસ્ટ્રેલિયા સામે ૪ વિકેટ લીધી હતી અને ભારતની જીતમાં મહત્વ યોગદાન આપ્યું હતું.

(11:06 pm IST)