Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ભારત સામે ન્યુઝીલેન્ડે ખૂબ જ સારી ડિસિપ્લિન દેખાડી હતી, ક્રાઈસ્ટચર્ચમાં બાઉન્સબેક કરે તેવી આશાઃ લક્ષ્મણ

નવીદિલ્હીઃ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે ઈન્ડિયા સામેની પહેલી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ખૂબ જ ડિસિપ્લિન અને ધીરજ દેખાડી હતી. ન્યુઝીલેન્ડની આ ૧૦૦મી ટેસ્ટ જીત હતી અને ઈન્ડિયા પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હારી હતી. આ વિશે લક્ષ્મણે ટ્વીટ કર્યું હતું કે ન્યુઝીલેન્ડની અદ્દભુત જીત રહી. ઈન્ડિયાને હરાવવા માટે તેમનો પ્લાન સફળ રહે એ માટે તેમણે ખૂબ જ ડિસિપ્લિન અને ધીરજ દેખાડી હતી. તેઓ દરેક ડિપાર્ટમેન્ટમાં ઈન્ડિયાને માત આપી ગયા હતા. ઈન્ડિયા તેમના પર્ફોર્મન્સથી દુઃખી હશેએ સમજી શકાય છે અને તેઓ ક્રાઈસ્ટચર્ચમાં બાઉન્સ બેક કરશે એવી આશા છે.'

(3:37 pm IST)