Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

શેફાલી, પૂનમ અને જેમિમાહની મહેનત રંગ લાવી

મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતની મહિલા ટીમનો સતત બીજો વિજયઃ હવે ૨૭મીએ ન્યુઝીલેન્ડ સામે મુકાબલો

પર્થઃ ઈન્ડિયાએ વિમેન ટી-૨૦ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને હરાવીને તેમની વિજયકૂચ ચાલુ રાખી છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ઈન્ડિયાએ પહેલી બન્ને મેચમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા બાદ તેમણે બાંગ્લાદેશે ટોસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઈન્ડિયાની ઓપનર તાનિયા ભાટિયા બીજી જ ઓવરમાં બે રન કરીને આઉટ થઈ હતી. જો કે શેફાલી વર્માએ ટીમમાં સૌથી વધુ ૧૭ બોલમાં ૩૯ રન બનાવ્યા હતા. તેની સાથે જેમિમાહ રેડ્રિગ્સે પણ ૩૪ રન કર્યા હતા. જેમિમાહ રનઆઉટ થતાં હરમનપ્રીત કૌર આવી હતી. ત્યારબાદ સમયે- સમયે વિકેટ પડતાં ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૧૪૨ રન કર્યા હતા. બાંગ્લાદેશની સલમા ખાતૂન અને પેન્ના ઘોષે બે- બે વિકેટ લીધી હતી.

૧૪૨ રનનો ટાર્ગેટ ચેઝ કરવા આ વેલી બાંગ્લાદેશની ટીમની ઓપનર શમિમા સુલતાના પણ બીજી ઓવરમાં આઉટ થઈ હતી. મુર્શિદા ખાતૂને ૩૦ અને નિગાર સુલતાનાએ ૩૫ રન બનાવ્યા હતા. આ સિવાય એકપણ પ્લેયર ૨૦ રનનો આંકડો પાર નહોતી કરી શકી.

૨૦ ઓવરમાં બાંગ્લાદેશની ટીમ આઠ વિકેટના નુકસાને ૧૨૪ રન કરી શકી હતી. પૂનમ યાદવે ત્રણ, શિખા પાન્ડે અને અરૃંધતિ રેડ્ડીએ બે- બે વિકેટ લીધી હતી. રાજેૃશ્વરી ગાયકવાડને પણ એક વિકેટ મળી હતી. ૨૨૯.૪૧ની સ્ટ્રાઈક- રેટથી રન મારનારી શેફાલી વર્માએ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

(3:39 pm IST)