Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ઓમાનના ખેલાડી યુસુફ અબ્લુરહિમ અલ બલુશીને સાત વર્ષ માટે બેન કર્યો આઈસીસીએ

ઓમાનના પ્લેયર યુસુફ અબ્લુરહિમ અલ બલુશીને આઈસીસીએ સાત વર્ષ માટે બેન કર્યો છે. યુસુફ ગયા મહિને રમાયેલી ટી૨૦ વર્લ્ડકપ કવોલિફાયરમાં યુએઈ તરફથી રમી રહ્યો હતો. મેચ ફિકિસંગ માટે તેણે ચાર કાયદાનો ભંગ કર્યો હોવાથી તેના પર આઈસીસીની એન્ટિ- કરપ્શન યુનિટ દ્વારા આ આરોપ મૂકવામાં આવ્યો હતો. આમાં તેના વિરૂદ્ધ પુરાવા મળતાં તેને સાત વર્ષ માટે બેન કરવામાં આવ્યો છે.

(3:23 pm IST)