Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

યજમાન સાઉથ આફ્રિકા સામેની સિરીઝની અંતિમ અને પાંચમી ટી-20 મેચમાં ભારતીય ટીમે 54 રને પરાજય આપી 3-1થી શ્રેણી જીતી ઇતિહાસ રચી દીધો

મુંબઇ : યજમાન સાઉથ આફ્રિકા સામેની સિરીઝની અંતિમ અને પાંચમી ટી-20 મેચમાં ભારતીય ટીમે 54 રને પરાજય આપી 3-1થી શ્રેણી જીતી ઇતિહાસ રચી દીધો છે. ભારતીય મહિલા ટીમે વન-ડે સિરીઝ પણ 2-1થી જીત્યા બાદ હવે 3-1થી ટી-20 સિરીઝ જીતી ડબલ ધમાલ મચાવી છે.

 

એવું પ્રથમ વાર બન્યું છે કે ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાએ વન-ડે અને ટી-20 એમ બંને સિરીઝમાં જીત મેળવી હોય. અંતિમ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકેટે 166 રન બનાવ્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકન ટીમ 18 ઓવરમાં 112 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

સાઉથ આફ્રિકા તરફથી મારિઝાને કાપે સર્વાધિક 27 રન બનાવ્યા હતા જ્યારે ચોલે ટ્રોયને 25 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શીખા પાંડે, રૂમેલી ધર અને રાજેશ્વરી ગાયકવાડે 3-3 વિકેટ ઝડપી હતી જ્યારે પૂનમ યાદવને એક વિકેટ મળી હતી.

ટોસ હારી પ્રથમ બેટિંગમાં ઊતરેલી ભારતીય મહિલા ટીમે 32 રનના સ્કોરે સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવ્યા બાદ મિતાલી રાજ અને જેમિમા રોડ્રિગ્ઝે બીજી વિકેટ માટે 98 રન જોડી ભારતનો સ્કોર 130 રને પહોંચાડયો હતો. મિતાલી રાજ 50 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 62 રન બનાવી આઉટ થઈ હતી.

તેની બીજી જ ઓવરમાં વધુ ચાર રન ઉમેરાયા ત્યારે જેમિમા પણ અંગત 44 રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. અહીંથી હરમનપ્રીત કૌર અને વેદા કૃષ્ણમૂર્તિએ 19 બોલમાં 32 રન જોડતાં ટીમનો સ્કોર 166 રન થયો હતો. કૃષ્ણમૂર્તિ અંતિમ બોલે રન આઉટ થઈ હતી. હરમનપ્રીત કૌર 27 રન બનાવી અણનમ રહી હતી.

(1:11 pm IST)
  • મેઘાલયમાં ચૂંટણીના પ્રચાર પડઘમ બંધ :મંગળવારે મતદાન :3જી માર્ચે મતગણતરી :ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો :60 પૈકી 59 બેઠકો માટે થશે મતદાન :ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ access_time 11:27 pm IST

  • કેન્દ્રીય માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે શાળાના બાળકોને રાહત આપતા જણાવ્યુ છે કે, ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષથી એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. તેમણે જણાવ્યુ હતું કે અત્યારે શાળાઓનો અભ્યાસક્રમ બીએ અને બીકોમ કરતા પણ વધુ છે. જેના કારણે વિદ્યાર્થીઓ પર દબાણ સર્જાય છે. જેથી અમે આ અભ્યાસક્રમમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરીશું, જેથી વિદ્યાર્થીઓને પોતાના સર્વાંગી વિકાસ માટે સમય મળી રહે. access_time 10:47 am IST

  • દુબઈ હોસ્પીટલમાં શ્રીદેવીના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ પૂરું થયું : ડેથ સર્ટીફીકેટ મળવાની પરિવાર રાહ જોઈ રહ્યો છે : આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અનીલ અંબાણીના પ્રાઇવેટ પ્લેન દ્વારા શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ આજે સાંજે લવાશે : કાલે થશે અંતિમ સંસ્કાર : મુંબઈ સ્થીત તેણીનાં ઘર બહાર ચાહકોની લાગી છે ભીડ access_time 4:27 pm IST