Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

એશિયન કુસ્તી અને કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયનશીપમાંથી સુશીલ ખસી ગયો : પ્રવીણ રાણાની પસંદગી - સિલેક્શન ટ્રાયલમાં બંને કુસ્તીબાજોના સમર્થકો ટકરાયા હતા : ફ્રિ સ્ટાઈલ કુસ્તીના ૭૪ કિગ્રા વર્ગના મુકાબલામાં સુશીલે પ્રવીણને હરાવ્યો તે પછી બંનેના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી

નવી દિલ્હી,:  એશિયન કુસ્તી અને કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયનશીપ માટેની ભારતીય કુસ્તી ટીમના સિલેક્શન ટ્રાયલ્સમાં ભારતના ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ સુશીલ કુમાર અને પ્રવીણ રાણા વચ્ચેના ખરાખરીના મુકાબલામાં વિવાદ સર્જાયો હતો. ફ્રિ સ્ટાઈલ કુસ્તીના ૭૪ કિગ્રા વર્ગના મુકાબલામાં સુશીલે પ્રવીણને હરાવ્યો તે પછી બંનેના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. આ પછી પ્રવીણે સુશીલ પર તેના સમર્થકોને મારામારી કરવા ઉશ્કેરવાનો આરોપ મુકતા પોલીસ ફરિયાદ પણ કરી હતી. જોકે સુશીલે હવે ઈજાના કારણે ખસી જવાની જાહેરાત કરતાં પ્રવીણ કુમાર એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે તે નિશ્ચિત બની ગયું છે. કિર્ગીઝસ્તાનના બીશ્કેકમાં રમાનારી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ તારીખ ૨૭મી ફેબુ્રઆરીથી શરૃ થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ૭૪ કિગ્રા વજન વર્ગમા ભાગ લેવા માટે સુશીલ કુમાર ક્વોલિફાય થયો હતો. જોકે ઘુંટણની ઈજાના કારણે તે ખસી ગયો છે અને તેનું સ્થાન પ્રવીણ રાણાને આપવામાં આવ્યું છે. ૩૪ વર્ષનો સુશીલ ભારતનો એકમાત્ર એવો ખેલાડી છે કે, જેણે બે જુદા-જુદા ઓલિમ્પિકમાં સતત મેડલ જીત્યા હોય. ૩૪ વર્ષીય સુશીલ ઈજાના કારણે પ્રો રેસલિંગ લીગમાં પણ ભાગ લેવાનો નથી.

(1:09 pm IST)