Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સાઉથ આફ્રિકાએ તારીખ ૧ માર્ચથી શરૃ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટની શ્રેણીની પ્રથમ બે મેચ માટેની ટીમનું સુકાન નિયમિત કેપ્ટન ડુ પ્લેસીસને સોપાયું : ઓસી. સામેની પ્રથમ બે મેચ માટે ટીમ જાહેર કરાઈ

જોહનીસબર્ગ:  સાઉથ આફ્રિકાએ તારીખ ૧ માર્ચથી શરૃ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટની શ્રેણીની પ્રથમ બે મેચ માટેની ટીમનું સુકાન નિયમિત કેપ્ટન ડુ પ્લેસીસને સોંપી દીધું છે. ડુ પ્લેસીસ ઈજાના કારણે ભારત સામેની ચાર વન ડે અને ત્રણ ટી-૨૦માંથી ખસી ગયો હતો. તેની સાથે સાથે ભારત સામેની શ્રેણીમાંથી ઈજાના કારણે બહાર થઈ જનારા ડી કૉક અને ડી વિલિયર્સે પણ સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમમાં પુનરાગમન કર્યુ છે. ડરબનમાં તારીક ૧ થી ૫ માર્ચ દરમિયાન શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ તારીખ ૯ માર્ચથી પોર્ટ એલિઝાબેથમાં શરૃ થશે. ભારત સામેની શ્રેણીમાં શાનદાર દેખાવ કરનારા યુવા વિકેટકિપર - બેટ્સમેન ક્લાસૅનને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ફાસ્ટ બોલર એનગિડીએ પણ ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે. ઓલ રાઉન્ડર ક્રિસ મોરીસ, ફેલુકવાયો અને ફાસ્ટ બોલર ડુએન ઓલિવિયરને ટીમમાં સ્થાન મળી શક્યું નહતુ. સાઉથ આફ્રિકાના મીડલ ઓર્ડરનો આધારભૂત બેટ્સમેન બાવુમા પણ ટીમમાં પાછો ફર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની શરૃઆતની બે વન ડે માટેની ટીમની જાહેરાત કરતાં સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડની સિલેક્શન પેનલની કન્વીનર લીન્ડા ઝોન્ડીએ કહ્યું કે, ક્લાસૅને વ્હાઈટ બોલ ક્રિકેટમાં તેના પર્ફોમન્સથી બધાને પ્રભાવિત કર્યા છીએ. અમે દ્રઢપણે માનીએ છીએ કે તે રેડ બોલ ક્રિકેટમાં પણ પ્રભાવક દેખાવ કરી બતાવશે. સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમ : ડુ પ્લેસીસ (કેપ્ટન), અમલા, બાવુમા, ડી કૉક, ડી બુ્રયન, ડી વિલિયર્સ, એલ્ગર, ક્લાસૅન, મહારાજ, માર્કરામ, મોર્કેલ, મુલ્ડેર, એનગિડી, ફિલાન્ડર, રબાડા.

(1:08 pm IST)