Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

શિખર ધવને વારાણસીમાં ગંગા નદીમાં પક્ષીઓને ચણ ખવડાવ્યા દંડાયા નાવિકો

તંત્રે નાવિકને ત્રણ દિવસ હોડી ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો

ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવનના કૃત્ય બદલ ગરીબ નાવિકોબલિનો બકરો બની ગયા. તેના પર 3 દિવસ હોડી ચલાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો. ખાસ વાત એ છે કે ખુદ શિખર ધવને સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કર્યો હતો. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી.

ઘટના વારાણસીમાં ગંગા નદીમાં નૌકા વિહારની છએ. જેમાં ક્રિટકેટર શિખર ધવનએ વિદેશી પક્ષીઓ)ને ચણ ખવડાવ્યું હતું. પરંતુ સ્થાનિક તંત્રે શિખર સામે પગલાં લેવાને બદલે નાવિક સામે કડક કાર્યવાહી કરી દીધી

વારાણસીના જિલ્લાધિકારી કૌશલ રાજ શર્માએ આ અંગે જણાવ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરી શકાય છે. જેમાં તપાસ બાદ દશાશ્વમેઘ પોલીસે નાવિક પ્રદીપ સાહની  અને હોડી ચાલક સોનું સામે કલમ 188 હેઠળ મેમો ફાડી દીધો. સાથે જ વધુ કડક પગલાં લઇ તેમને હોડી ચલવવા પર 3 દિવસનો પ્રતિબંધ પણ મૂકી દીધો

 

શિખર ધવનેઇંસ્ટાગ્રામ પર પોતાના વારાણસીના ફોટો શેર કર્યાય જેમાં તે ગંગા નદીમાં નૌકા વિહાર કરતી વખતે પ્રવાસી પક્ષીઓને ચણ ખવડાવી રહ્યો છે. અહીં સ્થાનિક તંત્રે બર્ડફ્લૂને કારણે પક્ષીઓને ચણ ખવડાવવા પર પ્રતિબંધ મૂકેલો છે.

તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. નાવિક કે ચાલક દેખાતા નથી. છતાં તંત્રે ધવન સામે કોઇ કાર્યવાહી કરી નહીં અને નાવિક-ચાલકને સજા-દંડ કરી દીધો.

શિખર ધવન વારાણસી પ્રવાસ દરમિયાન ગંગા આરતીમાં સામેલ થયો અને બાબા વિશ્વનાથના દર્શન પણ કર્યા. માથા પર ચંદન પણ લગાવ્યું. આ બધા વીડિયો તેણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે

(7:17 pm IST)