Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ટીમ ઇન્‍ડિયાના ધ વોલ ૨.૦ ચેતેશ્‍વરનો જન્‍મદિન

વિરાટ, બીસીસીઆઇએ પણ અભિનંદન પાઠવ્‍યા

 રાજકોટઃ ટીમ ઇન્‍ડિયાના ધ વોલ' ભારતીય ટેસ્‍ટ નંબર ૩ ચેતેશ્વર પૂજારા આજે ૩૩મો જન્‍મદિવસ  સૌરાષ્ટ્રનો સાવજ ભારતીય ટીમની વોલ ૨.૦ તરીકે પણ ઓળખાય છે. તેણે તાજેતરમાં ઓસ્‍ટ્રેલિયા સામેની બ્રિસ્‍બેન ટેસ્‍ટમાં ૨૧૧ બોલ રમીને ૨૬.૫૪ના સ્‍ટ્રાઇક રેટથી ૫૬ રન કર્યા. પૂજારાની આ ઇનિંગ્‍સ મેચના રિઝલ્‍ટમાં મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ હતી. ભારતે ૩૨૮ રનનો ટાર્ગેટ ૭ વિકેટે ચેઝ કર્યો અને સતત બીજી વખત ઓસ્‍ટ્રેલિયામાં ટેસ્‍ટ શ્રેણી જીતી. મેચ પછી ટીમના હેડ કોચ રવિ શાષાીએ કહ્યું હતું કે, ચેતેશ્વર તું રિયલ વોરિયર છો.

ચેતેશ્વરને કેપ્‍ટન વિરાટ કોહલી, બીસીસીઆઇ સહિત આખી ક્રિકેટિંગ ફ્રેટર્નીટીએ જન્‍મદિવસની શુભકામના પાઠવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે લખ્‍યું કે, ભારતીય ટીમ માટે શરીર પર બોલ ખાઈ છે. પિચ પર સમય પસાર કરે છે. ૮૧ ટેસ્‍ટમાં ૧૩૫૭૨ બોલનો સામનો કર્યો અને ૧૮ સદી સહિત ૬૧૧૧ ટેસ્‍ટ રન કરનાર ભારતના મિસ્‍ટર ડિપેન્‍ડેબલ ચેતેશ્વરને જન્‍મદિવસની શુભકામના.

(4:44 pm IST)
  • માઉન્‍ટ આબુમાં તાપમાન માઇનસ-૨ પર પહોંચ્‍યું : માઉન્‍ટ આબુમાં ઘરની બહાર ભરીને મુકેલું પાણી પણ બરફ બની ગયું: પ્રવાસીઓ સવારે વહેલા બરફ જોવા હોટલમાંથી બહાર નીકળ્‍યા access_time 4:47 pm IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9036 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,77,710 થઇ :એક્ટિવ કેસ 1,74,362 થયા: વધુ 16,023 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,45,267 થયા :વધુ 116 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,624 થયા access_time 1:00 am IST

  • સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢાબોળઃ ગિરનાર ર.૮, નલીયા ૪.૧ ડીગ્રી :જુનાગઢ ૭.૮, જામનગર ૮.પ, કેશોદ-૮.૮, રાજકોટ ૧૦.૬ ડીગ્રી લઘુતમ તાપમાનઃ ફરી ઠંડીનો રાઉન્ડ access_time 11:46 am IST