Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ફેડરરની આગેકૂચ

જૉન મિલમૅનને અંદાજે ૪-૬, ૭-૬ (૨), ૬-૪, ૪-૬, ૭-૬ (૧૦-૨)થી મહાત આપી

મુંબઈ : ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમાયેલી પુરુષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં રૉજર ફેડરરે ઑસ્ટ્રેલિયન પ્લેયર જૉન મિલમૅનને અંદાજે ૪-૬, ૭-૬ (૨), ૬-૪, ૪-૬, ૭-૬ (૧૦-૨)થી મહાત આપી છે. બન્ને પ્લેયરો વચ્ચેની આ મૅચ અંદાજે ચાર કલાક ચાલી હતી. લાંબી મહેનત બાદ આ મૅચ પોતાના નામે કરી લીધા પછી ફેડરરે મૅચને અઘરી ગણાવી હતી.

સામા પક્ષે પુરુષ ડબલ્સમાં દિવિજ શરણ અને ઑસ્ટ્રેલિયન આર્ટેમ સિતકની જોડી બીજા રાઉન્ડમાં હારીને ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ છે. આ જોડી બ્રુનો સોરેસ અને મૅચ પેવિકની જોડી સામે ૭-૬ (૬-૨), ૬-૩થી હારીને ટુર્નામેન્ટની બહાર થઈ ગ, છે. આ ગેમ અંદાજે એક કલાક ૧૭ મિનિટ રમાઈ હતી. આ જોડી પહેલાં રોહન બોપ્પન્ના અને યસુતાકા ઉચિયામાની જોડી બૉબ અને માઇકની જોડી સામે હારી ગઈ હતી.

મહિલા એકલ વર્ગમાં ધમાકેદાર શરૂઆત કર્યા બાદ સેરેના વિલિયમ્સ જેવી ટૉપ પ્લેયરને પણ બહાર જવાનો વારો આવ્યો હતો. તે ત્રીજા રાઉન્ડમાં ક્વાન્ગ વાન્ગ સામે ૪-૬, ૬-૭ (૭-૨), ૫-૭થી હારી ગઈ હતી.

(2:38 pm IST)