Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2023

સૂર્યાના ૮૦ પછી ભારત નો બોલથી જીત્‍યું: રિન્‍કુ સુપરહીરો

ઓસ્‍ટ્રેલીયા ૨૦૮/૩, ભારત ૨૦૯/૮: જોશ ઈંગ્‍લિશની સદી એળે ગઈઃ કિશનની ફીફટી

નવી દિલ્‍હીઃ ભારતે  વિશાખાપટ્ટનમમાં ઓસ્‍ટ્રેલિયાને પાંચમાંની પ્રથમ ટી૨૦માં મહામહેનતે હરાવીને રવિવારની અમદાવાદની ફાઇનલની હારને થોડી ભૂલાવી હતી.

કેપ્‍ટન સૂર્યકુમાર (૮૦ રન, ૪૨ બોલ, ચાર સિક્‍સર, નવ ફોર) ભારતની જીતનો સુપરસ્‍ટાર હતો. ઈશાન કિશન (૫૮ રન, ૩૯ બોલ, પાંચ સિક્‍સર, બે ફોર) સાથે તેની ત્રીજી વિકેટ માટે ૧૧૨ની ભાગીદારી થઈ હતી. અબોટની ૨૦મી ઓવરમાં ઉપરાઉપરી ત્રણ વિકેટ પડ્‍યા બાદ રિન્‍કુ સિંહે (૨૨ અણનમ, ૧૪ બોલ, ચાર ફોર) અંતિમ બૉલમાં જીતવા એક રન બાકી હતો ત્‍યારે છગ્‍ગો ફટકાર્યો હતો, પણ એ નો બોલ હતો અને ભારત (૨૦૯/૮) એ નો બોલના રનની મદદથી જ જીતી ગયું હતું.

એ પહેલાં, મેથ્‍યુ વેડના સુકાનમાં ઓસ્‍ટ્રેલિયાએ બૅટિંગ મળ્‍યા પછી ૩ વિકેટે ૨૦૮ રન બનાવ્‍યા હતા. જોશ ઇંગ્‍લિસે (૧૧૦ રન, ૫૦ બૉલ, ૮ સિક્‍સર, ૧૧ ફોર) ફાસ્‍ટેસ્‍ટ સદીના ઑસ્‍ટ્રેલિયન રેકૉર્ડની બરાબરી કરી હતી. તેણે ૪૭ બોલમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા. એરોન ફિન્‍ચે ૨૦૧૩માં ઇંગ્‍લૅન્‍ડ સામેની મેચમાં ૪૭ બોલમાં સદી પૂરી કરી હતી. સ્‍ટીવ સ્‍મિથ (બાવન રન, ૪૧ બૉલ, ૮ ફોર)નું પણ મોટું યોગદાન હતું. ક્રિષ્‍ના અને બિ‘ોઈને એક-એક વિકેટ મળી હતી

(1:31 pm IST)