Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ક્રિકેટ- ટી ૧૦ એ પણ સ્પીડ પકડીઃ ૧૦ ઓવરમાં ૧૮૩ રનઃ બન્યો વર્લ્ડ રેકોર્ડ

નવી દીલ્હી :  શારજહાંમા રમાઇ રહેલ ટી ૧૦ લીગમાં નોર્ધન વોરિયર્સ અને પૅજાબ લિજેન્ડસ વચ્ચે લગની ૮મી મેચ રમાઇ તો અહી ટી૧૦ ક્રિકેટનો નવો રેકાર્ડ બની ગયો. નોર્ધન વોરીયર્સની ટીમે અહીં નિર્ધારિત ૧૦ ઓવરમાં ૧૮૩ રનનો વિશાળ સ્કોર બનાવી નાખ્યો.

આ વિશાળ સ્કોરને સંભવ બનાવ્યો નોર્ધન ના વિકેટકીપર બેટસમેન નિકોલ્સ પુરન ની તોફીની ઇનીગે પુરન એ માત્ર રપ બોલ રમીને ૭૭ રન બનાવ્યા.

રસેલે માત્ર ૯ બોલમાં ૬ છગ્ગાની મદદથી અણનમ ૩૮ રન બનાવ્યા. ૧૩૦ રનના સ્કોરે નિકોલ્સ આઉટ થયો. રોવમેન પોવેલ ક્રીઝ પર આવ્યો તેમણે બે ચોગ્ગા અને ર છગ્ગાની મદદથી ર૧ રન બનાવ્યા. વોરીયર્સની ટીમે ૧૦ ઓવરમાં ર વિકેટ પર ૧૮૩ રનનો વિશાળ સ્કોર બનાવ્યો.

૧૮૪ રનના જવાબમાં ઉતરેલી પંજાબ લિજેન્ડસની  ટીમ ૧૦ ઓવરમાં ૮૪ રન જ બનાવી શકી. પંજાબ માટે સૌથી વધારે રન અનવર અલી બનાવી શકયો. આવી રીતે વોરીયર્સે ૯૯ રનથી આ મેચ પોતાને ખાતે કરી લીધી.

(11:27 pm IST)