Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

મેરી કોમ પછી સાનિયાએ મેળવી મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા

નવી દિલ્હી:ભારતની યજમાનીમાં આયોજિત 10મી એઆઈબીએ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરિકોમે 48 કિ.ગ્રા. વજન વર્ગમાં ઉત્તર કોરિયાની બોક્સર કિમ હેંગ મીને 5-0થી પરાજય આપીધમાકેદાર અંદાજમાં ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે ભારતની સોનિયાએ પણ વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપના 57 કિ.ગ્રા. વજન વર્ગમાં ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સોનિયાએ ચેમ્પિયનશીપનાં 10માં સંસ્કરણની ફાઇનલમાં પહોંચવાવાળી ભારતની બીજી બોક્સર બની ગઇ છે.સોનિયાએ સેમીફાઇનલ મુકાબલામાં એશિયાઇ રમતોત્સવની રજત પદક વિજેતા કોરિયાની સોન હ્વા જોને 5-0થી માત આપી. પાંચ નિર્ણાયકોએ સોનિયાના પક્ષમાં 30-27, 30-27, 30-27, 29-28, 30-27થી નિર્ણય આપ્યો.મેચ જીત્યા બાદ સોનિયાએ કહ્યું,’હું ખુબ જ સારૂ પ્રદર્શન કરી રહી છે. મને પોતાને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, હું ફાઇનલમાં પહોંચી ગઇ છું. વિચાર્યુ પણ ન હતું કે, આ મુકામ પર પહોંચીશ. ખુશ છું કે, નાની ઉંમરમાં પોતાને સાબિત કરી શકી. ફાઇનલમાં ખુબ મહેનત કરીશ.’તેણે કહ્યું,’મારા માટે આ મુકાબલો ખુબ જ મુશ્કેલ હતો. કારણ કે, જેને મેં હરાવી તેણે હાલમાં જ એશિયા કપમાં રજત પદક પોતાના નામે કર્યો હતો. તે ખુબ જ ઝડપી હતી. પ્રશિક્ષકોએ કહ્યું હતું કે ત્રીજા રાઉન્ડમાં થોડી આક્રમક રમત રમવી પડશે, તેથી મેં તે જ કર્યું.’

(7:28 pm IST)