Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

મારી લાઈફમાં મેં આટલું સારૃં ફીલ કયારેય નથી કર્યું: કોહલી

નવી દિલ્હીઃ ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીની ઓવરઓલ પર્ફોર્મન્સના કારણે વિશ્વભરમાં પ્રશંસા કરાઈ રહી છે. ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાને લીડ કરનાર કોહલી પણ યંગસ્ટર્સનો આદર્શ બની ગયો છે. જો કે કોહલીએ હાલમાં જ નેટફિલકસની ડોકયુમેન્ટરી 'ગેમ ચેન્જર્સ' જોઈ હતી. આ જોયા બાદ કોહલીએ ટ્વીટ કર્યું હતું કે 'નેટફિલકસ પર મેં હાલમાં જ 'ગેમ ચેન્જર્સ' જોઈ છે. એક વેજિટેરિયન એથ્લીટ હોવાથી  મને અકે અહેસાસ થયો છે કે વર્ષોથી હું ડાયટને લઈને જે વિચારી રહ્યો હતો એ ખાટું હતું. આ ખૂબ જ અદ્દભુત ડોકયુમેન્ટરી હતી. વેજિટેરિયન બન્યા બાદ મારી લાઈફમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે અને હું ખૂબ જ સારૃં ફીલ કરી રહ્યો છું'

(3:17 pm IST)