Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

ખુશખબરી : ભારત સામેની ટી-૨૦ અને ટેસ્ટ સીરીઝ રમવા આવશે બાંગ્લાદેશ

બંને પક્ષોએ સાથે મળીને પ્રશ્નોનું સમાધાન કર્યું

નવી દિલ્હી : બાંગ્લાદેશ ક્રિકેટર્સે પોતાની હડતાલ સમાપ્ત કરી દીધી છે અને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ નક્કી કાર્યક્રમ અનુસાર ટી-૨૦ અને ટેસ્ટ સીરીઝ રમવા ભારત આવશે. બુધવારે ક્રિકેટર્સે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીઓથી મુલાકાત કરી, ત્યાર બાદ તેમને આશ્વાસન આપ્યું છે કે, તેમની બધી માંગો માનવામાં આવશે.

બીસીબી અધ્યક્ષ નજમુલ હસને જણાવ્યું છે કે, બંને પક્ષોએ સાથે મળીને પ્રશ્નોનું સમાધાન કર્યું છે. હવે નેશનલ ટીમના ખેલાડી ભારત પ્રવાસ માટે ૨૫ ઓક્ટોબરથી પોતાના કેમ્પની શરૂઆત કરશે.

 ૨૧ ઓક્ટોબરના બાંગ્લાદેશના ક્રિકેટર્સે પોતાની ૧૧ માંગોને લઈને હડતાલની જાહેરાત કરી હતી. જેમાં નેશનલ ટીમના ખેલાડીઓના સાથે ઘરેલું ક્રિકેટર્સ પણ સામેલ હતા.

ભારત સામે ૨૨ થી ૨૬ નવેમ્બરની વચ્ચે કોલકાતા ઇડન ગાર્ડન્સમાં સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચને જોવા માટે બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાને આમંત્રિત કર્યા છે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે, બાંગ્લાદેશના પીએમ મેચ જોવા આવવા માટે સંમત થઈ ગયા છે.

બાંગ્લાદેશના ભારત પ્રવાસની શરૂઆત ૩ નવેમ્બરથી થશે અને પ્રથમ ટી-૨૦ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બીજી ટી-૨૦ ૭ નવેમ્બરના રાજકોટ, ત્રીજી ૧૦ નવેમ્બરના નાગપુરમાં રમાશે. ત્યાર બાદ ૧૪ નવેમ્બરથી ઇન્દોર હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.

(12:19 pm IST)