Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સ્ટેટ લેવલની ખેલાડી મજબુર છે ચા વેચવા પર

નવી દિલ્હી: સ્ટેટ લેવલની 14 વર્ષની હોકી ખેલાડી ચા વેચીને ગુજરાન ચલાવી રહી છે. રાજીવ નગરમાં ભાડાના એક રૂમમાં મકાનમાં માતાની સાથે 4 બહેનો રહે છે. તેની માતા હૃદય રોગની દર્દી છે. જ્યારે અનુ પ્રેક્ટિસ માટે જાય છે તો તેની માતા ચાની દુકાનનું ધ્યાન રાખે છે. પિતા આશરે 8 વર્ષ પહેલા લાપતા થઇ ગયા હતા. જે અંગે પોલીસ અત્યાર સુધી કઇ માહિતી મેળવી શકી નથી.2 વર્ષથી હોકી રમી રહેલી અનુ અત્યાર સુધી 4 સ્ટેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ ચૂકી છે. આગામી વર્ષ સુધી નેશનલ ક્વોલિફાઇ કરવાની તૈયારી કરી રહી છે. અનુ જૈકબપુરા સીનીયર સેકન્ડરી શાળામાં નવા ધોરણની વિદ્યાર્થીની છે. સાંજે પ્રેકટિસ માટે સિવિલ લાયન્સ સ્થિત નહેરુ સ્ટેડિયમમાં હોકી ગ્રાઉન્ડ જાય છે. બે બહેનની લગ્ન થઇ ચૂક્યા છે. જેના માટે માતાએ દેવું કર્યું હતુ અનુ હોલા પર દુકાનની જવાબદારી તેની માતા પર રહે છે.અનુની માતા સવિતા બીમાર રહે છે. તેને એક વખત હાર્ટ એટેક પણ આવી ચૂક્યો છે. સવિતાએ જણાવ્યું કે તેની 6 પુત્રીમાંથી અનુએ રમતમાં રસ બતાવ્યો છે. તે થાક્યા વગર સ્કૂલ, દુકાન અને મેદાન પર નિયમિત રીતે જાય છે. સવિતાના પતિ 8 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાં તેની બહેનના ઘરે જઇ રહ્યા હતા, જ્યાંથી તે ખોવાઇ ગયા છે. વર્ષ 2011માં તેને સેક્ટર-14 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવાની કોશિશ કરી. પોલીસે તો તેમની રિપોર્ટ લખી અને તો પતિની શોધ કરી. પતિના ખોવાઇ ગયા બાદ સવિતાએ ગાર્ડની નોકરી છોડી દીધી અને તે ચાની દુકાન ચલાવવા લાગી. અનુ મોટી થઇ તો હવે દુકાનની જવાબદારી તેની પર છે.અનુએ જણાવ્યું કે બહેનના લગ્ન અને માતાની બીમારીથી ખૂબ દેવું થઇ ગયું છે. દુકાનની કમાણીથી રોજ દેવું ઉતારવાની પણ કોશિશ કરી રહી છે. ત્રણ અન્ય બહેનના અભ્યાસની સાથે ઘરનો ખર્ચો ચલાવવો પણ ખૂબ મુશ્કેલ થઇ જાય છે. આર્થિક હાલત થોડી સારી થઇ જાય તો રમતમા પણ તેની તસવીર જોવા મળશે. અનુનું સપનુ દેશ માટે રમવાનું છે. તેના માટે તે રોજ થાક્યા વગર પ્રેક્ટિસ ચાલુ રાખે છે.અનુના કોચ અશોક કુમારે જણાવ્યું કે તે ખૂબ મહેનતું છે. ક્યારેય રજા નથી લેતી અને સમય પર પ્રેક્ટિસ કરવા માટે ગ્રાઉન્ડ પર પહોંચી જાય છે. આજ કારણથી આશરે બે વર્ષની મહેનતથી સ્ટેટ લેવલ ટૂર્નામેન્ટનો સફરમાં આગળ વધી છે. આજ રીતે અનુ મહેનત કરતી રહી તો તેનું નેશનલ ટીમનો ભાગ બનવું નક્કી છે.

(4:25 pm IST)