Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભારતે ર૦૦૭ માં આજના દિવસે પ્રથમ ટી-ર૦ વર્લ્ડ કપ જીત્યો

૧૯૮૩ બાદ ર૪ વર્ષ પછી ભારતીય ટીમે આઇસીસીની મેજર ટુર્નામેન્ટ પહેલા ટી-ર૦ વર્લ્ડકપ ર૦૦૭ માં પોતાના નામે કરેલ. દક્ષિણ આફ્રિકામાં રમાયેલ પ્રથમ ટી-ર૦ વર્લ્ડ કપના ફાઇનલમાં ક્રિકેટ જગતની બે મુખ્ય પ્રતિસ્પર્ધી ટીમો ભારત અને પાકિસ્તાન વચ્ચે દિલધડક ફાઇનલ રમાયેલ. જેમાં નવોદીત કેપ્ટન ધોનીની ટીમે ઇતિહાસ રચી પાંચ રને પાકિસ્તાનને હરાવ્યું હતું ક્રિકેટ ચાહકોના હૃદય ઉપર હજી પણ ફાઇનલ મેચની છેલ્લી ઓવર અંકિત થયેલી છે.

(2:24 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST

  • નોબલ પારિતોષિક માટે હવે પુતીનનું નામ નોમિનેટ થયું: ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીનનું નામ નોબલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. જોકે ક્રેમલીને જાહેર કર્યું છે કે અમે પુતિનનું નામ નોમિનેટ કરેલ નથી. access_time 12:17 am IST

  • જમ્મુ કશ્મીર : બડગામના ચડોરા વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફ પાર્ટી પર હુમલો કર્યો : એક સીઆરપીએફ જવાન શહીદ : આતંકીઓ સીઆરપીએફ જવાનની સર્વિસ રાઇફિલ લઇને નાસી ગયા : આતંકીઓને શોધવા સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું access_time 9:47 am IST