Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

શેફાલી વર્માએ સૌથી નાની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યું પર્દાપણ

શેફાલીએ 15 વર્ષ 239 દિવસની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં એન્ટ્રી કરી

 

સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ખેલાડી શેફાલી વર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું છે પર્દાપણની સાથે શેફાલી ભારતની પ્રથમ ક્રિકેટ ખેલાડી બની ગઈ જેણે સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પર્દાપણ કર્યું છે

શેફાલી વર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું પર્દાપણ 15 વર્ષ 239 દિવસની ઉંમરમાં કર્યું છે. શેફાલી વર્મા હવે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પર્દાપણ કરનારી સૌથી નાની ઉંમરની પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.  . તે પ્રથમ મુકાબલામાં સ્મૃતિ મંધાનાની સાથે ઓપનિંગ કરવા ઉતરી, પરંતુ શૂન્ય રન પર આઉટ થઈ હતી. તેણે ચાર બોલનો સામનો કર્યો અને પોતાની વિકેટ ગુમાવી હતી. તેને ઇસ્માઇલે આઉટ કરી હતી

ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ફોર્મેટમાં પર્દાપણ કરવાના માલમામાં શેફાલી વર્મા બીજા સ્થાન પર આવી ગઈ છે. શેફાલીએ 15 વર્ષ 239 દિવસની ઉંમરમાં કમાલ કર્યો છે. શેફાલી પહેલા ભારત તરફથી સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર ખેલાડી ગાર્ગી બેનર્જી હતી. ગાર્ગીએ 1978મા 14 વર્ષ 165 દિવસની ઉંમરમાં વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. સચિન તેંડુલકરે 30 વર્ષ પહેલા 16 વર્ષ 238 દિવસની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું

(12:27 am IST)
  • છત્તીસગઢમાં નકસલીઓએ ટેન્કરમાં બ્લાસ્ટ કર્યોઃ ૩ના મોત : કાંકેરમાં નકસલીઓએ ડીઝલ ટેન્કરમાં બ્લાસ્ટ કર્યોઃ નિર્માણકાર્યમાં લાગેલા ટેન્કરમાં બ્લાસ્ટ કર્યોઃ ટેન્કરમાં બ્લાસ્ટ થતા ૩ લોકોના મોત access_time 3:23 pm IST

  • ઉતકલ એક્સપ્રેસમાં બોમ્બની અફવાથી ખળભળાટ : ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડ દ્વારા બે કલાક સુધી ટ્રેનમાં સઘન ચેકીંગ : આખી ટ્રેનને ખાલી કરાવાઈ : યાત્રીઓમાં ભયનો માહોલ access_time 1:03 am IST

  • કાલથી કેરળમાં મધ્યમ - ભારે વરસાદ : અપર લેવલ એકટીવ સરકયુલેશન અને લો લેવલ હિલચાલના પગલે આગામી કેટલાક દિવસો (૨૪-૨૫ સપ્ટેમ્બર) સુધી કેરળમાં મધ્યમથી ભારે વરસાદની ખાનગી વેધર ચેનલે આગાહી કરી છે : ગાજવીજ સાથે બેંગ્લોર અને તામિલનાડુમાં વરસાદ પડવા સંભવ access_time 6:32 pm IST