Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સુરતમાં જામ્યો જંગ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી-20માં 11 રનથી શાનદાર વિજય

હરમનપ્રીતે 34 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 43 રન ફટકાર્યા : દીપ્તિ શર્માએ ચાર ઓવરમાં આઠ રન આપીને ત્રણ વિકેટ ઝડપી

સુરતઃ કેપ્ટન હરમનપ્રી કૌરની શાનદાર ઈનિંગ અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્માની ધારદાર બોલિંગની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 11 રનથી રોમાંચક જીત મેળવી હતી. હરમનપ્રીતે 34 બોલ પર ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા

સિવાય સ્મૃતિ મંધાનાએ 21, જેમિમા રોડ્રિગ્સે 19 અને દીપ્તિ શર્માએ 16 રનનું યોગદાન આપ્યું જેથી પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મેળવનારી ભારતીય ટીમે આઠ વિકેટ પર 130 રન બનાવ્યા હતા. આફ્રિકાની ટીમ મિનગાન ડુ પ્રીઝ (59)ની અડધી સદી છતાં 19.5 ઓવરમાં 119 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી

ડુ પ્રીઝ સિવાય લિજલી લી (16) અને લોરા વોલવાર્ટ (14) જ બે આંકડાના સ્કોરમાં પહોંચી શકી હતી. ભારત તરફથી ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ ચાર ઓવરમાં આઠ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ત્રણ ઓવર મેડન ફેંકી હતી. શિખા પાંડેએ 18 રન આપીને બે, લેગ સ્પિનર પૂનમ યાદવે 25 રન આપીને બે અને રાધા યાદવે 29 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 

(12:23 am IST)