Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

હવે આ લીગમાં રમતા નજરે પડશે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટ્ન શાહિદ આફરીદી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર પોતાના ભડકાઉ બ્યાનથી ચર્ચામાં રહેનાર પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફરીદી ટૂંક સમયમાં અબુ ધાબીમાં થનાર ટી-10 લીગમાં નવી ટિમ કલંદર્સ માટે રમતા નજરે પડશે તે ટીમના આઇકન ખેલાડી હશે. કલંદર્સ અને બંગાળ ટાઇગર્સ પ્રથમવાર લીગમાં પગ મૂકી રહ્યા છે.

વેબસાઈટ ઇએસપીએનક્રિકઇનફકોએ આફ્રિદીના હવાલાથી લખ્યું છે કે મેં જયારે સાંભળ્યું છે કે લીગ અબુ ધાબીમાં થઇ રહી છે ત્યારથી ટી-10 લીગનો હિસ્સો બનીને હું ખુબજ ખુશ છું.પકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ જણાવ્યું છે કે ટી-10ના પહેલા બે સંસ્કરણ શારજાહમાં થયા હતા હવે તે અબુધાબીમાં થવા જઈ રહી છે.

(6:17 pm IST)