Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

દક્ષિણ આફ્રિકાના બેટસમેન ડેવિલ મિલરે ટી-૨૦ આંતરરાષ્‍ટ્રીય મેચોમાં સૌથી વધુ કેચ પકડવાના મામલામાં પાકિસ્‍તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકની બરાબરી કરી

બેંગલુરૂઃ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ કેચ પકડવાના મામલામાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકની બરોબરી કરી લીધી છે. મિલરે રવિરારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ રમાયેલી ત્રીજી ટી20 મેચમાં હાર્દિક પંડ્યાનો કેચ પકડીને પોતાના 50 કેચ પૂરા કર્યાં હતા.

તેણે 72 મેચોમાં આટલા કેચ ઝડપ્યા છે. તો મલિકે 111 મેચોમાં આટલા કેચ લીધા હતા. ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ કેચ પકડવાની યાદીમાં ત્રીજા સ્થાન પર એબી ડિવિલિયર્સ છે. ડિવિલિયર્સના ખાતામાં 44 કેચ છે.

ત્યારબાદ ન્યૂઝીલેન્ડના રોસ ટેલર (44) અને પછી સુરેશ રૈના (42)નો નંબર આવે છે. આફ્રિકાએ ત્રીજી ટી20 મેચમાં નવ વિકેટે વિજય મેળવીને સિરીઝનો અંત 1-1ની બરોબરી પર કર્યો હતો.

(5:21 pm IST)