Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઓલિમ્પિકમાં ગોલ્ડ નહીં જીતુ ત્યાં સુધી સંતુષ્ટ નહીં થાઉં: બોકસર અમિત પંઘલ

નવીદિલ્હીઃ રશિયામાં યોજાયેલી વર્લ્ડ બોકિસંગ ચેમ્પિયનશિમાં ભારતના અમિત પંઘલે સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો અને ૨૦૨૦ ટોકયો ઓલિમ્પિક માટે કવોલિફાય કર્યું હતું. જોકે આ બોકસરનું આ સંદર્ભે કહેવું છે કે જયાં સુધી હું ઓલિમ્પિકમાં ગોલ્ડ નહીં જીતું ત્યાં સુધી હું સંતુષ્ટ નહીં થાઉં. આ વિશે વધુ જણાવતાં અમિતે કહ્યું હતું મને જે મેડલ મળ્યો છે અને મારા માટે પૂરતો નથી, કારણ કે હું ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા માગું છું. ઓલિમ્પિકમાં જીતીને તમે લાંબા સમય સુધી યાદગાર બની જાઓ છો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાંની મારી જીત દેશ માટે ઘણી મહત્વની છે અને આ વર્ષે બોકિસંગમાં ભારતનું પ્રદર્શન સારૃં રહ્યું છે. દરેક એથ્લિટ ઈચ્છે છે કે તે પોતાના દેશ માટે સારૃં પર્ફર્મ કરે અને બેસ્ટ રિઝલ્ટ આપે.

પોતાની આગામી ગેમ વિશે વાત કરતાં પંઘલે કહ્યું હતું કે હું વિશ્વસ્તરના સ્પર્ધકો સામે લડવાની તૈયારી ઘણી બારીકાઈથી અને ધ્યાનપૂર્વક કરી રહ્યો છું.

આ ઉપરાંત ખેલપ્રધાન કિરેન રિજીજુએ અમિત પંઘલને ૧૪ લાખ રૂપિયા, જયારે મનિષ કૌશિકને આઠ લાખ રૂપિયાનો પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. રમત- ગમત પ્રધાન કિરેન રિજીજુ સાથે બોકસર અમિત પંઘલ અને મનીષ કૌશિક છે.

(3:31 pm IST)