Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ભારતીય હોકી ટીમની કેપ્ટ્ન મનપ્રીતે અર્જુન એવોર્ડ ટીમને સમર્પિત કર્યો

નવી દિલ્હી (કમલેશ કુમાર રાય): ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે પોતાનો અર્જુન એવોર્ડ ટીમને સમર્પિત કર્યો છે. તેમનું કહેવું છે કે આ એવોર્ડ તેને શાનદાર ખેલાડી બનાવવા માટે પ્રેરિત કરશે. ભારતીય ટીમે મનપ્રીતની આગેવાનીમાં ગત વર્ષે ત્રીજીવાર એશિયા કપ પોતાના નામે કર્યો હતો. મનપ્રીત સિંહ સહિત 19 ખેલાડીઓને મંગળવારે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમાં મહિલા હોકી ટીમની ખેલાડી સવિતા પણ સામેલ છે.

હોકીમાં એક ખેલાડી કશું ન કરી શકે મનપ્રીતે કહ્યું, જ્યારે મને એવોર્ડ વિશે માહિતી મળી તો ખુબ ખુશ થયો. આ એવોર્ડ મને મારી ટીમને કારણે મળ્યો છે. આ એવોર્ડ પોતાની ટીમને સમર્પિત કરુ છું. હોકી એક ટીમ ગેમ છે, જેમાં એક વ્યક્તિ કંઈ કરી શકતો નથી. સાથી ખેલાડીઓની આકરી મહેનત મારી સાથે હતી. તેઓએ દરેક સમયે મારો સાથ આવ્યો છે. આ એવોર્ડ મને તેના કારણે મળ્યો છે.

(6:34 pm IST)