Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

એશિયા કપ બાદ વંદેમાતરમના નાદથી ગુંજી ઉઠ્યું દુબઈનું સ્ટેડિયમ

નવી દિલ્હી:UAEમાં રમાઈ રહેલા એશિયા કપના સુપર ૪ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને ૯ વિકેટે હરાવી આ ટુર્નામેન્ટમાં સતત બીજીવાર હારનો સ્વાદ ચખાડ્યો છે. ભારતે આ સાથે જ ફાઇનલમાં પોતાનું સ્થાન પણ પાક્કું કરી લીધું છે.હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાતી હોય છે ત્યારે દુનિયાભરના સમર્થકોની સાથે આ બંને દેશોના ક્રિકેટ ફ્રેન્ડસનો જશ્ન ડબલ થઇ જતો હોય છે. આ જ પ્રકારે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા હાઈવોલ્ટેજ મુકાબલામાં પણ કઈક જ આ જ પ્રકારનો સેલેબ્રેશન જોવા મળ્યું હતું.દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયા કપની મેચમાં જયારે ભારતીય ટીમે પાકિસ્તાનને પરાજયનો સ્વાદ ચખાડ્યો ત્યારે આ ભારતીય સમર્થકોએ સ્ટેડિયમમાં "વંદે માતરમ્" ગીત ગાયું હતું અને સમગ્ર સ્ટેડિયમમાં "વંદે માતરમ્"નો નાદ ગુજ્યો હતો.

(6:33 pm IST)