Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

હેડિંગ્લે ટેસ્ટ: ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ માત્ર ૬૭ રનમાં સમેટાઇ ગયો

નવી દિલ્હી: હેડિંગ્લે ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાને ૧૭૯ રનમાં ઓલઆઉટ કર્યા બાદ શુક્રવારે ઇંગ્લેન્ડના સમર્થકો હોમ ટીમ પાસેથી મેચવિનિંગ પ્રદર્શનની આશા રાખતા હતા પરંતુ તેમની આશા પણ ઓસ્ટ્રેલિયન બોલર્સે પાણી ફેરવી દીધું હતું. ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ માત્ર ૬૭ રનમાં સમેટાઇ ગયો હતો અને તેના બેટ્સમેનો માત્ર ૨૭.ઓવર મેદાનમાં ટકી શક્યા હતા. તેનો માત્ર એક બેટ્સમેન જોઇ ડેનલી (૧૨) બેવડાં આંકનો સ્કોર નોંધાવી શક્યો હતો. બાકીના બધા બેટ્સમેન સિંગલ ફિગરમાં આઉટ થયા હતા. જોશ હેઝલવૂડે તરખાટ મચાવીને માત્ર ૩૦ રનમાં પાંચ વિકેટ ખેરવી હતી. તેણે કારકિર્દીમાં સાતમી વખત પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. પેટ કમિન્સે ત્રણ તથા જેમ્સ પેટ્ટિન્સને બે વિકેટ હાંસલ કરી હતી.

(1:17 pm IST)