Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

દેશનું નેતૃત્વ કરવું ગર્વની વાત છે: હરમનપ્રિત

નવી દિલ્હી: ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન અને ડ્રેગ ફ્લિકર હરમનપ્રીતસિંહે કહ્યું કે જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ જીત્યા બાદ વતન પાછા ફર્યા બાદ દેશનું નેતૃત્વ કરવું તે તેમના માટે ગર્વની વાત છે. ભારતે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 23 વર્ષીય હરમનપ્રીતે કહ્યું, "ટીમે ન્યુઝીલેન્ડ, જાપાન અને મલેશિયા જેવી ટીમો સામે સારું પ્રદર્શન કર્યું અને મારા માટે ખૂબ ગર્વની વાત છે કે મેં પ્રથમ વખત ટીમનું નેતૃત્વ કર્યું."ભારતીય પુરૂષોની હોકી ટીમે આગળના વર્ષે ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક માટેની જાપાનમાં યોજાયેલી ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 5-૦થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. હતી.

(1:18 pm IST)