Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મેડલિસ્ટ દુષ્યંતની તબિયત કથળી, મેડલ સેરેમની બાદ સ્ટ્રેચર પર લઇ જવાયો

ભારતીય ખેલાડી દુષ્યંતએ ૧૮માં એશિયાઇ રમતના છઠ્ઠા દિવસે (શુક્રવાર)એ ભારતના ખાતામાં પ્રથમ મેડલ અપાવી સારી શરૂઆત કરાવી છે. દુષ્યંતે નૌકાયનમાં પુરૂષોની લાઇટવેટ એકલ સ્કલ્સ સ્પર્ધાની ફાઇનલમાં ત્રીજુ સ્થાન મેળવી કાંસ્ય પદક મેળવ્યો છે. ફાઇનલમાં દુષ્યંતે આ સ્પર્ધામાં સમ્પ્ત કરવામાં ૭ મીનીટ અને ૧૮.૭૬ સેકન્ડનો સમય નિકાળ્યો. આ દરમિયાન મેડલ વિજેતા દુષ્યંતની તબિયત લથડી ગઇ, તેને મેડલ સેરેમની બાદ સ્ટ્રેચર પર લઇ જવાયો. બતાવવામાં આવી રહ્યું છે કે દુષ્યંત હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે, અને મેડલ ળઇ પોડિયમથી ઉતરતા સમયે અસહજ અનુભવી રહ્યો હતો. દુષ્યંતે વર્ષ ૨૦૧૪માં પણ એશિયાઇ રમતોમાં આ સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. જોકે, આ વખતે તેનો સમય પહેલાના એશિયાઇ રમતો કરતા સારો છે.(૩૭.૧)

(3:50 pm IST)