Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

જાપાનના પ્લેયર સામે જીત મેળવીને ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો સાઈ પ્રણીતે

ટોકયોઃ ભારતીય બેડ્મિન્ટન પ્લેયર સાઈ પ્રણીતે જાપાન ઓપન ૨૦૧૯ માટેના પોતાના કેમ્પેનનું શ્રીગણેશ જીત મેળવીને કર્યું છે. સાઈએ જાપાનના કેન્ટો નિશીમોટોને ૭,૫૦,૦૦૦ ડોલરની ટુર્નામેન્ટમાં રમાયેલા પહેલા રાઉન્ડમાં માત્ર ૪૨ મિનિટમાં ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવીને જીત મેળવી હતી.

 

(1:14 pm IST)