Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભારત સામે વિજય પડકારજનક, દરેક ખેલાડીનો મહત્વપૂર્ણ રોલ

કિવીએ ભારતને હરાવીને ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી : ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને જીત બાદ કેપ્ટન વિરાટ કોહલી અને સમગ્ર ભારતીય ટીમની ભારે પ્રશંસા કરી

સાઉથમ્પટન, તા. ૨૪ : ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી ભારત સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલન મેચ આસાનીથી જીતી લીધી છે. મેચના અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડે આસાનીથી વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારતે બીજી ઈનિંગ્સમાં ૧૭૦ રન બનાવ્યા અને ૧૩૮ રનની લીડ હાંસલ કરી હતી. પછી ન્યૂઝીલેન્ડની ટીમ ૧૩૯ રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી હતી અને વિકેટ ગુમાવીને ૧૪૦ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને જીત બાદ કેપ્ટન વિરાટ કોહલી અને ભારતીય ટીમની પ્રશંસા કરી હતી. વિલિયમસને કહ્યું, હું વિરાટ કોહલી અને ભારતીય ટીમનો આભાર માનુ છું. એક અવિશ્વસનીય ટીમ છે, અમે જાણતા હતા કે કેટલું પડકારજનક હતું. મને ખુશી છે કે અમારી ટીમ જીત મેળવવામાં સફળ થઈ.

વિલિયમસને આગળ જણાવ્યું કે, મારા માટે ખાસ અહેસાસ છે. પહેલીવાર અમે અમારા ક્રિકેટ ઈતિહાસમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. પાછલા બે વર્ષમાં અમારી ટીમના પ્રત્યેક ખેલાડીએ મહત્વની ભૂમિકા ભજવી છે. એક વિશેષ ઉપલબ્ધી છે.

નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડે રોઝ બાઉલમાં રમાયેલી ફાઈનલ મેચમાં અંતિમ દિવસે વિકેટથી મેચ જીતીને ચેમ્પિયનશીપ પર કબજો કર્યો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ૮૯ બોલમાં ચોગ્ગા લગાવીને ૫૨ રનની મહત્વની ઈનિંગ્સ રમી જ્યારે રોસ ટેલરે ૧૦૦ બોલમાં ચોગ્ગા લગાવીને ૪૭ રન બનાવ્યા છે.

સિવાય ડેવોન કોનવેએ ૧૯ અને ટોમ લેથમે રનનું યોગદાન આપ્યું. ભારતીય ટીમમાં રિષભ પંતે ૮૮ બોલમાં ચોગ્ગાની મદદથી ૪૧ રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ ભારતીય ટીમ માત્ર ૨૧૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પછી ભારતીય બોલરોના દમદાર પર્ફોર્મન્સના કારણે ન્યૂઝીલેન્ડ પણ ૨૪૯માં તંબૂં ભેગું થઈ ગયું હતું. જોકે, પછી ન્યૂઝીલેન્ડના બોલરોએ ધારદાર બોલિંગ કરીને જીત પોતાના નામે કરી લીધી.

(7:45 pm IST)