Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રોહિત શર્માનો ફોટો શેર કરીને મુંબઈ ઈન્ડિયન્સે ડબ્લ્યુડબ્લ્યુઈના લેજન્ડ અન્ડરટેકરને આપી ટ્રિબ્યુટ

૩૦ લેજન્ડરી વર્ષ, થેન્કયુ ટેકર સ્પાર્કલ્સ

મુંબઈઃ ડબ્લ્યુડબ્લ્યુઈમાં લગભગ ત્રણ દાયકા સુધી રેસલિંગ કર્યા બાદ લેજન્ડ એન્ડરટેકરે તાજેતરમાં રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. અન્ડરટેકરે પોતાનું રિટાયમેન્ટ જાહેર કરતાં મુંબઈ ઈન્ડિયન્સે તેને ટ્રિબ્યુટ આપી હતી. અન્ડરટેકરને ટ્રિબ્યુટ આપતાં મુંબઈ ઈન્ડિયન્સે કહ્યું કે '૩૦ લેજન્ડરી વર્ષ થેન્ક યુ ટેકર સ્પાર્કલ્સ.' આ ટ્વીટ કરીને મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માનો ફોટો અપલોડ કર્યો હતો જેમાં રોહિત ડબ્લ્યુડબ્લ્યુઈના ચાહકોને ડોકયુસિરીઝ અન્ડરટેકર ફાઈનલ રાઉન્ડના છેલ્લા એપિસોડમાં અન્ડરટેકરના રિટાયરમેન્ટની વાત કહેવામાં આવી હતી, જેમાં અન્ડરટેકરે પોતે કહ્યું હતું કે હું હવે રિંગમાં પગ નહીં મુકું. અન્ડરટેકરે કહ્યું કે 'કયારેય નહીં આવું એવું કયારેય ન કહો, પણ મારા જીવનના આ તબકકામાં મને હવે ફરીથી રિંગમાં આવવાની ઈચ્છા નથી. આ એવો સમય છે જયાંથી મારે અલગ પ્રવાસ કરવો છે.'

(3:27 pm IST)