Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ભારતીય કિક્રેટર હરભજનસિંહ અત્‍યારે મ્‍યુઝીક સીંગીંગમાં મન લગાવી રહયા છે તેમનું ગીત સાંભળી મિક્કાસિંહ ટ્વીટ કર્યુ પ્‍લીઝ પેટ પર લાત ન મારો : જેનો જવાબ પણ હરભજને આપ્‍યો આ મારા બસની વાત નથી...

ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અત્યારે ટીમની બહાર છે. ક્રિકેટથી દૂર હરભજન સિંહ અન્ય કામોમાં મન પરોવી રહ્યો છે. હરભજન સિંહ અત્યારે સિંગિંગમાં પ્રયત્નો કરી રહ્યો છે. હરભજન સિંહ મ્યૂઝિક અને સિંગિંગનો શોખીન છે.

તાજેતરમાં હરભજન સિંહે વર્લ્ડ મ્યુઝિક ડે પર પોતાનો એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં હરભજન કિશોર કુમારનું 'શરાબી' ફિલ્મનું ગીત 'ઇંતહા હો ગઈ ઇંતજાર કી' ગીત ગાતો જોવા મળી રહ્યો છે. વિડીયો શેર કરતા હરભજને લખ્યું કે, 'સંગીત લોકોને જોડવાનું સૌથી સરળ માધ્યમ છે. કિશોર કુમારનું ગીત 'ઇંતહા હો ગઈ ઇંતજાર કી' મારુ સૌથી પ્રિય ગીત છે. મને જણાવો તમારું પસંદગીનું ગીત કયુ છે, મ્યુઝિકને ફેલાવો અને પ્રેમ ફેલાવો.'

હરભજનનાં ટ્વિટ પર મિકા સિંહે ટ્વીટ કર્યું કે, 'ના ભજ્જી, પ્લીઝ ના કરો, તુસ્સી ના ગાઓ યાર..આજકાલ બધા સિંગર બની રહ્યા છે, પરંતુ સમસ્યા છે કે અમે ક્રિકેટર નથી બની શકતા. તમે પેટ પર લાત ના મારો.' જેનો જવાબ આપતા હરભજને લખ્યું કે, 'ના ભાઇ, મારા બસની વાત નથી. જેનું કામ એને શોભે.'

(8:55 pm IST)
  • આપને જાણીને નવાઈ લાગશે કે, ઉત્તર અમેરિકાના દરિયામાં જોવા મળતા હોર્સશેઉ ક્રેબના નામથી ઓળખાતા કરચલાના લોહીની કિંમત 10 લાખ રૂપિયા પ્રતિલીટર છે. જી હા આ કરચલાનું લોહી એટલા માટે મોંઘુ છે કેમ કે તેનો ઉપયોગ માણસના શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને શોધવા માટે થાય છે. જેથી તે માણસ માટે અમૃત સમાન છે. આ કરચલાનું લોહી લાલ નહિં પરંતુ વાદળી રંગનું હોય છે. access_time 12:52 am IST

  • મુંબઈનાં ગિરગાવના સેન્ટ્રલ પ્લાઝા સિનેમા પાસેના કોઠારી હાઉસ બિલ્ડીંગના ત્રીજા માળે લાગી ભયાનક આગ : ફાયરબ્રિગેડની ગાડીઓ પહોચી ઘટના સ્થળે access_time 8:32 pm IST

  • ઉનાના ભેભા ગામના તળાવમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબ્યા : 1 નું મોત : 2 ને બચાવી લેવાયા : મૃતકની લાશ પીએમ માટે હોસ્પીટલમાં ખસેડાઇ access_time 12:58 am IST