Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

આ જીત માત્ર આશા, સ્થિરતા અને વિકાસનું પ્રતિક નથી પણ અશ્વિાસ પર વિશ્વાસની જીત છે

રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરી વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા

મુંબઇ,તા.૨૪ : લોકસભાની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપની જીતને વધાવવામાં આવી રહી છે, ત્યારે સેલિબ્રિટીઝ પણ ભાજપની જીતના વખાણ કરી રહ્યાં છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતના અભિનંદન આપ્યા છે. જાડેજાએ ટ્વિટ કરી તેમને અભિનંદન પાઠવ્યા છે. ટ્વિટ કરતા જાડેજાએ લખ્યું કે, આ જીત માત્ર આશા, સ્થિરતા અને વિકાસનું પ્રતિક નથી, પરંતુ અવિશ્વાસ પર વિશ્વાસની જીત છે. ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપ સાથે જોડાયલા છે, જ્યારે જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા હતા. જે બાદ જાડેજાના બહેન નયનાબાને કોંગ્રેસે જવાબદારી સોંપી હતી. તેમને જામનગર મહિલા મોરચાના મહામંત્રી બનાવ્યા છે.

(3:50 pm IST)
  • રાજબબ્બરનું રાજીનામુ : યુપીમાં કોંગ્રેસનો ધબડકો થતાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છેઃતેમણે રાજીનામાનો પત્ર પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીને મોકલી આપ્યો છેઃ તેમણે પરાજયની જવાબદારી સ્વીકારી લીધી છે. access_time 11:32 am IST

  • દેશભરના ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોને દિલ્હીનું તેડું સંભવત આજે જશે દિલ્હી: પક્ષ તરફથી તમામને દિલ્હી જવાનું ફરમાન કરવામાં આવ્યું access_time 2:16 pm IST

  • વર્લ્ડકપ : ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે : ૧૬ જૂને પાકિસ્તાન સામે ભારતીય ટીમ તેની સૌથી હાઈપ્રોફાઈલ વન-ડે મેચ રમશે : ભારત હોટફેવરીટ access_time 3:54 pm IST