Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વન-ડે રેન્કીંગમાં વિરાટ-બુમરાહ ટોચના સ્થાને

મુંબઇ,તા.૨૪ : વિશ્વકપ ૨૦૧૯ પહેલા છેલ્લી વખત આઇસીસી ખેલાડીઓનુ રેન્કિંગ જારી કર્યુ છે.

 હવે વર્લ્ડ કપ પહેલા કોઈ અન્ય સીરિઝ રમાવાની નથી.વિરાટ ૮૯૦ રેટિંગ પોઈન્ટ સાથે વન-ડે બેટ્સમેનોની રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે, જ્યારે બુમરાહ ૭૭૪ પોઈન્ટ સાથે નંબર-૧ બોલર છે. ભારતીય વાઈસ કેપ્ટન રોહિત શર્મા ૮૩૯ પોઈન્ટ સાથે બેટિંગ રેન્કિંગમાં બીજા, ઓપનર શિખર ધવન ૧૩મા, એમ.એસ. ધોની ૨૩મા અને કેદાર જાધવ ૨૬મા ક્રમે છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બેટિંગમાં ૮૩મા ક્રમે છે.

બોલિંગમાં ટીમના બે સ્પિનર કુલદીપ યાદવ સાતમા ક્રમે અને યુઝવેન્દ્ર ચહલ આઠમા ક્રમે છે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ૧૬મા ક્રમે, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ૩૧મા અને પંડ્યા ૬૧મા ક્રમે છે.

(3:49 pm IST)